'ટક્કર વાગતા હવામાં ઊડ્યુ બાઈક, VIDEO:એક્ટિવા અને બાઈકની સામ-સામે ટક્કર, યુવક ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત

23 દિવસ પહેલા

મધ્યપ્રદેશનાં જબલપુરમાં અકસ્માત થતા બાઈક હવામાં ઊડ્યુ હતું. જબલપુરમાં અધારતાલ થાના અંતર્ગત જય પ્રકાશનગરમાં રાત્રે બે બાઈક વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બે ગાડીઓને નુકસાન થયું અને એક યુવક પણ ગંભીર રીતે ઘવાયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે બાઈક અને એક્ટીવાની અથડામણમાં બે યુવકો ઘવાયા હતા. જય પ્રકાશ નગર ચાર રસ્તાની પાસે અવારનવાર આવી ઘટનાઓ બનતી જ હોય છે. સ્થાનિકોનાં જણાવ્યા પ્રમાણે ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તોને સ્થાનિકો સાથે મળીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.