• Gujarati News
  • National
  • Action Taken Against Terrorist Bitta's Wife And Hizbul Chief's Son, 40 Employees Sacked So Far

J&Kમાં ટેરર ફંડિંગના આરોપમાં 4 કર્મચારીની હકાલપટ્ટી:આતંકવાદી બિટ્ટાની પત્ની અને હિઝબુલ ચીફના પુત્ર સામે પગલાં લેવાયાં, અત્યારસુધીમાં 40 કર્મચારીને કાઢી મુકાયા

2 મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ દેશવિરોધી તત્ત્વો પર કડક કાર્યાવાહી કરી હતી. તેમણે આતંકી ફંડિંગના કેસમાં ધરપકડ કરાયેલા બિટ્ટા કરાટેની પત્ની અસબાહ-એલ-એર્ઝમંદ ખાન સહિત ચાર લોકોની સરકારી નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. આ બધા પર આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ છે.

નોકરીમાંથી હકાલપટ્ટી કરાયેલા કર્મચારીઓમાં બિટ્ટાની પત્ની ઉપરાંત વૈજ્ઞાનિક મુહિત અહેમદ ભટ, કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં સિનિયર આસિસ્ટંટ પ્રોફોસર માઝિદ હુસૈન કાદરી અને પાકિસ્તાનથી સંચાલિત હિઝબુલ મુઝાબિદીનના ચીફ સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ અબ્દુલ મુઈદ પણ સામેલ છે. તે IT JKEDમાં મેનેજર હતો. આ ચારેયને કલમ 311 કરીને નોકરીમાંથી કાઢી નાખ્યા છે. આ મામલે સરકાર પાસે કોઈપણ તપાસ વગર પોતાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.

બિટ્ટા કરાટેની પત્ની પર JKLFને મદદ કરવાનો આરોપ
જમ્મુ-કાશ્મીરમાં લિબરેશન ફ્રંટના આતંકવાદી ફારુક અહમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટેની પત્ની અસબાહ-એલ-એર્ઝમંદ ખાન 2011ના બેચની જમ્મુ-કાશ્મીર પ્રશાસનિક સેવા (JKAS)ની અધિકારી છે. તેના પર દેશવિરોધી તત્ત્વો સાથે સંબંધ રાખવાનો આરોપ છે. અસબાહ પર પ્રતિબંધિત JKLF માટે રોકડા રૂપિયા ભેગા કરવાનો આરોપ લાગ્યો છે.

આતંકવાદી બિટ્ટા હાલ તિહાડ જેલમાં બંધ છે. તેના પર 1990માં કાશ્મીરી હિંદુઓને મારી નાખવાનો આરોપ છે. તેને 'હિંદુઓનો કસાઈ' પણ કહે છે.
આતંકવાદી બિટ્ટા હાલ તિહાડ જેલમાં બંધ છે. તેના પર 1990માં કાશ્મીરી હિંદુઓને મારી નાખવાનો આરોપ છે. તેને 'હિંદુઓનો કસાઈ' પણ કહે છે.

હિઝબુલ ચીફના પુત્ર પર આતંકી હુમલાઓમાં સામેલ થવાનો આરોપ
સૈયદ અબ્દુલ મુઈદ હિઝબુલ ચીફનો ત્રીજો પુત્ર છે, જેને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. સૈયદ અહ્મદ શકીલ અને શાહિદ યુસુફ ગયા વર્ષે જ નોકરીમાંથી બરતરફ કરાયા હતા. અધિકારીના જણાવ્યા પ્રમાણે મુઈદ પર પંપોરમાં જમ્મુ-કાશ્મીર એન્ટરપ્રીન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્ટિટ્યૂટ (JKEDI) પર કથિત રીતે ત્રણ આતંકી હુમલામાં સામેલ થવાનો આરોપ છે.

હિઝબુલ મુઝાબિદીનના ચીફ સૈયદ સલાહુદ્દીનના ત્રણેય પુત્રને નોકરીમાંથી હાંકી કઢાયા છે.
હિઝબુલ મુઝાબિદીનના ચીફ સૈયદ સલાહુદ્દીનના ત્રણેય પુત્રને નોકરીમાંથી હાંકી કઢાયા છે.

ડો. મુહિત ભટ પર કટ્ટરવાદ ફેલાવવાનો અને કાદરી પર આતંકીઓને સાથ દેવાનો આરોપ
ડો. મુહિત અહમદ ભટ પર પાકિસ્તાન સાથે મળીને વિદ્યાર્થીઓને કટ્ટરપંથી બનાવી વિશ્વવિદ્યાલયમાં આતંકી એજન્ડાના પ્રચાર કરવાનો આરોપ છે. તો માઝિદ હુસૈન કાદરી પર પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સહિત આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવાનો આરોપ છે.

જમ્મુ-કાશ્મીરમાં અત્યારસુધીમાં 40 કર્મચારીની હકાલપટ્ટી
જમ્મુ-કાશ્મીરમાં અત્યારસુધીમાં 40 સરકારી કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી છે, જેમાં સલાહુદ્દીનના બન્ને પુત્ર અને DSP દેવેન્દ્ર સિંહ પણ સામેલ છે. દેવેન્દ્ર સિંહને શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને અન્ય બે લોકો સાથે પકડી પાડવામાં આવ્યો હતો.