• Gujarati News
  • National
  • Acharya Pramod Said The Decision About The State Has Been Taken, Only The Announcement Is Left

રાજસ્થાનમાં CM અશોક ગેહલોતનું પત્તું કપાશે?:આચાર્ય પ્રમોદે કહ્યું- રાજ્ય વિશે નિર્ણય લેવાઈ ગયો છે, માત્ર બહાર પાડવાનો જ બાકી છે

22 દિવસ પહેલા

પ્રિયંકા ગાંધીની નજીકના કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઈશારા-ઈશારામાં રાજસ્થાનમાં હવે CM બદલાઈ જશે તેવો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે 'રાજસ્થાનને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ખૂબ જ મોટો નિર્ણય લઈ શકે છે. નિર્ણય તો લેવાય ચૂક્યો છે, પરંતુ બહાર પાડવાનો જ બાકી છે. આ નિર્ણય રાજસ્થાનની જનતાની ભાવનાઓનો હિસાબ છે. કોંગ્રેસના દરેક MLAએ હાઈકમાન્ડના આ નિર્ણયનની સાથે જ ઊભા છે.'

આચાર્ય પ્રમોદ શનિવાર સવારે 10:45 વાગે સ્પિકર સીપી જોશીને મળવા તેમના સિવિલ લાઇન્સ સ્થિત સરકારી બંગલામાં પહોંચ્યા હતા. બન્ને વચ્ચે અંદાજે બે કલાક ચર્ચા થઈ હતી. જોશીને મળ્યા પછી આચાર્ય પ્રમોદે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે 'કોંગ્રેસ નેતૃત્વના નિર્ણયને દરેક ધારાસભ્યએ માનવું પડશે. તેમાં સચિન પાયલટ, અશોક ગેહલોત, સ્પિકર સીપી જોશી પણ સામેલ છે. ધારાસભ્યો તો બધા જ છે.'

ખડગેની હાજરીમાં નક્કી કરવામાં આવ્યો છે
આચાર્ય પ્રમોદે વધુમાં જણાવ્યું હતું કે 'અહીં જે કંઈ પણ થયું છે તે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં જ થયું છે. ત્યાં ઓબ્ઝર્વર આવ્યા હતા. ખડગેની સાથે અજય માકન પણ હાજર રહ્યા હતા. અહીં જે કંઈપણ થયું છે તે વિશે કંઈ કહેવાની જરૂરિયાત નથી. કોંગ્રેસના નેતૃત્વને બધી જ ખબર છે. કોંગ્રેસ નેતૃત્વ જે નિર્ણય આપશે, તે બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને જલદીથી આપવામાં આવશે.'

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સ્પીકર સીપી જોશીને મળવા માટે બહાર આવ્યા હતા.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સ્પીકર સીપી જોશીને મળવા માટે બહાર આવ્યા હતા.

જલદીથી નવી સવાર જોવા મળશે
ગેહલોતના સમર્થક MLAઓના રાજીનામા વિશે આચાર્ય પ્રમોદ જણાવે છે કે 'ક્યા MLAએ રાજીનામું આપ્યું તે તો સ્પિકર જ બતાવી શક્શે. સ્પિકર પણ માને છે કે કોંગ્રેસની લિડરશિપનો નિર્ણય પાર્ટીના દરેક ધારાસભ્યએ માનવો પડશે.' રાજકીય વિવાદના જવાબદાર ત્રણ નેતાઓને નોટિસ આપ્યા પછી હવે એક્શન પેન્ડિંગ થવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે 'જેના પર કાર્યવાહી કરવાની છે, તેઓ જાણે. એટલું નક્કી છે કે રાજસ્થાનને નવી સવાર મળવાની છે.'

ગેહલોત જૂથે ધારાસભ્ય દળની બેઠકનો બહિષ્કાર કર્યો હતો
25 સપ્ટેમ્બરના રોજ સાંજે 7.30 કલાકે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં નવા સીએમ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડીને ઠરાવ પસાર કરવાનો હતો. ગેહલોત જૂથના ધારાસભ્યોએ બેઠકનો બહિષ્કાર કર્યો હતો, તેમજ UDH મંત્રી શાંતિ ધારીવાલના બંગલે અલગ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેમાં ગેહલોત જૂથના ધારાસભ્યોએ પ્રભારી અજય માકન પર સચિન પાયલટને સીએમ બનાવવા માટે લોબિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અજય માકન સાથે ધારાસભ્ય દળની બેઠક માટે નિરીક્ષક તરીકે આવ્યા હતા. ખડગે અને માકન સીએમ આવાસ પર સવારે 1 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા, પરંતુ ગેહલોત જૂથના ધારાસભ્ય આવ્યા નહીં. ખડગે અને માકનની સામે ગેહલોત જૂથના ધારાસભ્યોએ એક શરત મૂકી હતી કે તેઓ એક-એક કરીને નહીં પરંતુ એકસાથે મળશે. આ સિવાય પાયલટ અને તેમની સાથે માનેસર જતા કોઈપણ ધારાસભ્યને સીએમ ન બનાવવાની શરત રાખવામાં આવી હતી. બીજા દિવસે ખડગે અને માકન દિલ્હી પરત ફર્યા હતા.

કોંગ્રેસના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું હતું કે વિધાનસભા પક્ષની બેઠકમાં નિર્ણય હાઈકમાન્ડ પર છોડવાનો એક લાઈનનો ઠરાવ પસાર થઈ શક્યો નહતો. ખડગે અને અજય માકને આ મુદ્દે સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં ગેહલોત જૂથના ધારાસભ્યોએ બેઠકના બહિષ્કારને અનુશાસનહીન ગણાવવામાં આવ્યો હતો.

આ સાથે UDH મંત્રી શાંતિ ધારીવાલ, સરકારના મુખ્ય દંડક અને પાણી પુરવઠા મંત્રી મહેશ જોશી અને RTDC પ્રમુખ ધર્મેન્દ્ર રાઠોડને ધારાસભ્ય દળની બેઠકનો બહિષ્કાર કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ત્રણેય નેતાઓને 27 સપ્ટેમ્બરે જ નોટિસ પાઠવવામાં આવી હતી.

હજુ સુધી ત્રણ નેતાઓ સામે કાર્યવાહી બાકી છે
ધારાસભ્ય દળની બેઠકના બહિષ્કાર માટે તેમને જવાબદાર ઠેરવીને મંત્રીઓ શાંતિ ધારીવાલ, મહેશ જોશી અને RTDC પ્રમુખ ધર્મેન્દ્ર રાઠોડને 27 સપ્ટેમ્બરે નોટિસ પાઠવવામાં આવી હતી અને 10 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો હતો. ત્રણેય નેતાઓએ નોટિસનો જવાબ આપી દીધો છે. હજુ સુધી કોંગ્રેસ હાઈકમાન્ડે આ મુદ્દે કોઈ કાર્યવાહી કરી નથી. આ ત્રણેય સામે કાર્યવાહી બાકી છે.

હવે નવેસરથી ઠરાવ પસાર થવાની સંભાવના છે
25 સપ્ટેમ્બરની બેઠકમાં નવા સીએમ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડવાનો ઠરાવ પસાર થઈ શક્યો નથી. હવે ફરીથી ધારાસભ્ય દળની બેઠક બોલાવીને નવો એક લાઈનનો પ્રસ્તાવ પસાર કરી શકે છે.

ગેહલોતે સોનિયા ગાંધીની માફી માગી હતી
25 સપ્ટેમ્બર સુધી CM અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનવામાં સૌથી આગળ હતા. ગેહલોત 28 થી 30 સપ્ટેમ્બર વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાના હતા. દરમિયાન, 25 સપ્ટેમ્બરના રોજ ગેહલોત જૂથના ધારાસભ્યોએ ધારાસભ્ય દળની બેઠકનો બહિષ્કાર કર્યો હતો, ત્યારબાદ સમગ્ર રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

ગેહલોત 29 સપ્ટેમ્બરે સોનિયા ગાંધીની માફી માગવા દિલ્હી ગયા. આ સાથે ગેહલોતે સમગ્ર રાજકીય હંગામાને ટાંકીને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. 25 સપ્ટેમ્બરે રાજકીય ખળભળાટના સમયે સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા.