મોક્ષ માર્ગે પ્રયાણ:આચાર્ય ભગવંત ઋષભચંદ્ર સૂરિશ્વરજી કાળધર્મ પામ્યા

ધારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જન્મદિવસના આગલા દિવસે જ મોક્ષ માર્ગે

ધાર જિલ્લાના મોહનખેડા મહાતીર્થના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ઋષભચંદ્ર સૂરિશ્વરજી ઈન્દોરની અરવિન્દો હોસ્પિટલમાં કાળધર્મ પામ્યા હતા. તેમના પાર્થિવ દેહને મોહનખેડા લવાયો હતો. શુક્રવારે જ આચાર્યનો જન્મદિવસ છે તેના એક દિવસ અગાઉ તેમણે મોક્ષ માર્ગે પ્રયાણ કર્યું હતું.

તેમના અંતિમ સંસ્કાર શુક્રવારે સવારે 6 વાગ્યે કરાશે. જોકે આ અંગેનો નિર્ણય બે વખત બદલાયો હતો. અંતિમ સંસ્કારમાં કોઈપણ પ્રકારના ચઢાવાની પ્રક્રિયા નહીં હોય. અનુયાયીઓને તેઓ જ્યાં હોય ત્યાંથી શ્રદ્ધાંજલિ આપવા જણાવાયું છે. અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર ઓનલાઈન જોઈ શકાશે. પહેલા શુક્રવારે વિજય મુહૂર્તમાં અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું હતું. વહીવટી તંત્ર દ્વારા ગુરુવારે સાંજે 5 વાગ્યે અંતિમ સંસ્કાર કરવાનું કહેવાયું હતું. પરંતુ ભક્તો શુક્રવારે જ અંતિમ સંસ્કાર થાય એ વાતે અડગ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...