એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં મહિલા મુસાફર પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના અગાઉની ઘટનાના 10 દિવસ પછી 6 ડિસેમ્બરે બની હતી. મામલો હવે સામે આવ્યો છે. આ ફ્લાઈટ પેરિસથી દિલ્હી આવી રહી હતી. એરલાઈન્સનું કહેવું છે કે આરોપીએ લેખિત માફી માગી હતી, જેથી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં.
જાણો સમગ્ર મામલો
6 ડિસેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ 142માં એક મુસાફર દારૂના નશામાં મુસાફરી કરી રહ્યો હતો. તે ફ્લાઈટ ક્રૂની કોઈ સૂચનાનું પાલન કરતો ન હતો. બાદમાં તેણે મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કરી હતી. એરલાઈને આ અંગે દિલ્હી એરપોર્ટના અધિકારીઓને ફરિયાદ કરી.
આરોપીએ લેખિતમાં માફી માગી
ફ્લાઈટ સવારે 9:40 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને આ મામલે જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ CISFના જવાનોએ આરોપીને પ્લેનમાંથી નીચે ઉતરતા જ પકડી લીધો હતો. બાદમાં બંને મુસાફરો વચ્ચે પરસ્પર સમાધાન થયા બાદ આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો. આરોપીઓએ લેખિતમાં માફી પણ માગી હતી.
પીડિતાએ FIR નોંધાવવાનો ઈનકાર કર્યો
આરોપી યુવકે જે મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો, તેણે પોલીસ ફરિયાદ કરવાની મનાઈ કરી હતી. જેથી CISF અને કસ્ટમે તેમની ઔપચારિકતા પૂરી કર્યા બાદ આરોપીને જવા દીધો હતો.
26 નવેમ્બરે પણ આવી જ ઘટના બની હતી
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આ ઘટના ગત વર્ષે 26 નવેમ્બરની છે. એરલાઈને આ ઘટના પર કોઈ કાર્યવાહી કરી નહીં. વૃદ્ધ મહિલાએ ટાટા ગ્રૂપના ચેરમેનને ફરિયાદ કરી, ત્યારે એરલાઇનના અધિકારીઓ એક્ટિવ થયા અને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફ્લાઈટમાં પેશાબ કરવાની ઘટનાના આ સમાચાર પણ વાંચો...
નશામાં ધૂત મુસાફરે વિમાનમાં કર્યું શરમજનક કૃત્ય:મહિલાની સીટ પાસે આવી તેના પર પેશાબ કર્યો, USથી આવતી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું, જેને તમામ લોકો જોતા રહી ગયા. નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાએ ફરિયાદ કરી છતાં કેબિન ક્રૂ-મેમ્બર્સ તરફથી તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો. ત્યાર પછી ઘટના અંગે તપાસ શરૂ થઈ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.