• Gujarati News
  • National
  • Accused Taken Into Custody On The Charge Of Smuggling Liquor In Katihar, Allegedly Beaten To Death By Police

લોકઅપમાં મોતનો LIVE VIDEO:કટિહારમાં દારૂની દાણચોરીના આરોપમાં આરોપીને કસ્ટડીમાં લીધો હતો, પોલીસના મારથી મોત થયાનો આરોપ

12 દિવસ પહેલા

કટિહારમાં દારૂની દાણચોરીના આરોપમાં પોલીસે પ્રમોદને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત થઈ ગયું છે. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. પોલીસ મારને કારણે તેનું મોત થયાના આરોપ લાગ્યા છે. પોલીસ કસ્ટડીમાં લોકઅપની અંદર બેઠેલા પ્રમોદના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પ્રમોદ તેના એક સાથી સાથે વાત કરતો જોવા મળે છે. થોડા સમય પછી તે અચાનક પડી જાય છે અને તે મૃત્યુ પામે છે.

ગયા શુક્રવારની રાત્રે બૂટલેગર પ્રમોદનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. ઘટના પછી રાજકીય ગરમાવા વચ્ચે ઉશ્કેરાયેલા ટોળાએ પ્રાણપુર પોલીસ સ્ટેશનમાં તોડફોડ અને આગચંપી કરી હતી. આ હંગામા પછી પ્રાણપુર પોલીસ સ્ટેશનમાં લાગેલા CCTVમાં મૃતકની લાઈવ તસવીર મળી છે.

એસપી જિતેન્દ્ર કુમારે તાત્કાલિક કાર્યવાહી કરી SITની રચના કરી અને CCTVની તપાસ કરવાના આદેશ આપ્યા. લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રમોદ પોતાની સાથે પકડાયેલા આરોપી સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન બેઠાં-બેઠાં તે પડી જાય છે. લોકઅપમાં હાર્ટએટેક આવ્યાની આશંકા કરવામાં આવી રહી છે.

હાલ SIT સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ પછી મોતનું સાચું કારણ બહાર આવી શકશે.

શુક્રવારે પોલીસ કસ્ટડીમાં મોત થયું
શુક્રવારની રાત્રે પ્રાણપુર પોલીસે બૂટલેગર પ્રમોદ અને તેના સાથીની ધરપકડ કરી હતી. ધરપકડના બીજા દિવસે પ્રમોદનું કસ્ટડીમાં મોત થઈ ગયું. મોત બાદ સ્થાનિક અને પરિવારજનોએ પ્રાણપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.

ટોળાએ પથ્થરમારો કર્યો હતો
યુવકના મોતની જાણ થતાં ગામમાં આગની જેમ વાત ફેલાઈ ગઈ અને ગ્રામજનોની ભીડ પોલીસ સ્ટેશન પહોંચી. ટોળાએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી. હંગામા દરમિયાન પોલીસ પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો અને પથ્થરમારામાં પોલીસ સ્ટેશનના વડા સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં દાંડખોરા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ શૈલેશ કુમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. તે દરમિયાન લોકોએ તેમની સર્વિસ રિવોલ્વર પણ છીનવી લીધી.

તેમને ઈલાજ માટે સદર હોસ્પિટલ લઈ જવાયા પરંતુ હાલત વધુ ગંભીર થતાં પૂર્ણીયમાં મોકલવામાં આવ્યા. આ સિવાય પોલીસ કર્મચારીઓમાં ASI રોહિત કુમાર, પોલીસ અધિકારી એઝાઝ, રિઝવાન, સુદીપ કુમાર, સંતોષ સુમન, રાજેશ પાસવાન ઘાયલ થયા. પ્રાણપુર પોલીસે 61 લોકોનાં નામ અને 100થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

પોલીસ કર્મચારીનો મોબાઈલ તોડી નાખ્યો
ગ્રામજનો એટલી હદે રોષે ભરાયેલા હતા કે કોઈ વ્યક્તિ કે પત્રકાર મોબાઈલ પર વાત કરતા જણાય તો મોબાઈલ લઈને તોડી નાખતા હતા. રોષે ભરાયેલા ગ્રામજનોએ ફોર વ્હીલરની તોડફોડ કરી અને ટુ વ્હીલર પલટી નાખ્યાં. સ્વિચ બોર્ડ પણ તોડ્યું અને પોલીસ સ્ટેશનમાં રાખેલા દસ્તાવેજો પણ ફેંકી દીધા.

ધારાસભ્યએ કહ્યું-માર મારવાથી મોત થયું
પ્રાણપુર ધારાસભ્ય નિશા સિંહ સદર હોસ્પિટલ પહોંચી મૃતકનાં પરિવારજનોને મળ્યા અને સરકાર અને પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા. તેમણે દારૂબંધીને નિષ્ફળ ગણાવી પોલીસ ઉપર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ દારૂ સાથે પકડાઈ જાય તો પણ પોલીસને કોણે હક આપ્યો કે તેની સાથે મારપીટ કરે. પોલીસ મારથી તેનું મોત થયું. મૃતકનાં નાનાં બાળકોનું ભરણપોષણ કોણ કરશે.

મૃતકની પીઠ પર ઈજાનાં નિશાન
મૃતકના પરિજનોએ મૃતકની લાશ બતાવતાં જણાવ્યું હતું કે, પીઠના ભાગે ઈજાનાં અનેક નિશાન હતાં. તેથી સ્પષ્ટ છે કે તે યુવક સાથે ઘણી મારપીટ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...