તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાણા:જાહેરમાં ગોળી મારી યુવકની હત્યા કરી આરોપી ભાગી ગયો, જુઓ શૉકિંગ CCTV ફૂટેજ

3 મહિનો પહેલા

હરિયાણાના અંબાલામાં ધોળા દિવસે એક યુવકની ગોળી મારીને હત્યા કર્યાની ઘટના સામે આવી છે. અહીં સૌરભ નામનાં યુવકે જાહેરમાં જીતુ નામના યુવકને ગોળી ધરબી દીધી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, સૌરભ નામનો યુવક તેના સાથી સાથે બાઇક પર આવે છે અને જીતને પીઠમાં ગોળી મારી દે છે. આ પછી જીતું ઘાયલ થતાં રોડ પર બેસી જાય છે અને ફરી સૌરભ તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દે છે. મહત્ત્વનું છે કે, આ પહેલાં પણ જીતુ નામના યુવક પર સૌરભે ફાયરિંગ કર્યું હતું જેમાં તે બચી ગયો હતો. જીતુ અને સૌરભ એક સમયે ફ્રેન્ડ હતાં. આ પછી અંગત અદાવતમાં ફ્રેન્ડશિપનો લોહિયાળ અંત આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે ફરિયાદ નોંધી આરોપીની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...