એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાના મામલે ધરપકડ થયેલા આરોપી શંકર મિશ્રાના વકીલે આરોપોને નકારી કાઢ્યા છે. વકીલનું કહેવું છે કે ફરિયાદકર્તા મહિલાની સીટ બ્લોક કરવામાં આવી હતી. શંકર મિશ્રાનું ત્યાં જવું શક્ય જ નહોતું. આરોપ લગાવનાર મહિલાએ જાતે જ પોતાના પર પેશાબ કર્યો હતો. તે એક કથક ડાન્સર છે. 80% કથક ડાન્સરને આ સમસ્યા થાય છે.
બીજી તરફ પોલીસે કોર્ટ પાસે શંકર મિશ્રાની રિમાન્ડ માગ્યા છે. દિલ્હી પોલીસના વકીલનું કહેવું છે કે, ઘટનાક્રમની તપાસ કરવા પોલીસને આરોપીની કસ્ટડીની જરૂર છે.
પહેલાં કહ્યું હતું-નશાની હાલતમાં કંટ્રોલ રાખી શક્યો નહીં
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા સહયાત્રી પર પેશાબ કરવાના મામલે બુધવારે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આરોપી શંકર મિશ્રાએ કહ્યું-હું નશાની હાલતમાં પોતાના પર કાબૂ રાખી શક્યો નહીં, પરંતુ પેન્ટની ચેન ખોલવી એ યૌન ઈચ્છા માટે નહોતું.
આરોપીના પિતાએ પણ કહ્યું હતું-દીકરો થાકેલો હતો
આરોપી શંકર મિશ્રાના પિતા શ્યામ મિશ્રાએ કહ્યું કે, મારા દીકરા પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. પીડિતાએ વળતરની માગ કરી હતી, અમે તે પણ આપ્યું. ત્યાર પછી ખબર નહીં શું થયું. કદાચ મહિલાની કોઈ અન્ય માગ હોય, જે પૂર્ણ ન થઈ હોય. આથી તે નારાજ હોય. બની શકે કે તેણે બ્લેકમેલ કરવા આવું કર્યું હોય.
આરોપીના પિતાએ કહ્યું કે, શંકર થાકેલો હતો. તે બે દિવસથી સૂતો નહોતો. ફ્લાઈટમાં તેને ડ્રિંક આપવામાં આવ્યું હતું. તે પીને સૂઈ ગયો હતો. જ્યારે તે જાગ્યો, ત્યારે એર લાઈન્સ સ્ટાફે તેની પૂછપરછ કરી હતી. મારો દીકરો સભ્ય છે તે આવું ન કરી શકે.
આ મામલે અત્યાર સુધી શું થયું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.