તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Accused Nikita Jacob Granted 3 Weeks Interim Bail By Bombay High Court, Absconding On Non bailable Warrant

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસ:આરોપી નિકિતા જૈકબને બોમ્બે હાઈકોર્ટે 3 સપ્તાહના વચગાળાના જામીન આપ્યા, બિનજામીનપાત્ર વોરન્ટ બાદ ફરાર છે

મુંબઈ11 દિવસ પહેલા
નિકિતા જૈકબ પર આરોપ છે કે તેણે દિશાના કહેવાથી ટૂલકિટને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી (ફાઈલ ફોટો) - Divya Bhaskar
નિકિતા જૈકબ પર આરોપ છે કે તેણે દિશાના કહેવાથી ટૂલકિટને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી (ફાઈલ ફોટો)

ગ્રેટ થનબર્ગ ટૂલકિટ કેસમાં આરોપી નિકિતા જૈકબને બોમ્બે હાઈકોર્ટે બુધવારે 3 સપ્તાહના વચગાળાના જામીન આપ્યા છે. સુનાવણી સમયે ન્યાયમૂર્તિ પીડી નાઈકે કહ્યું કે આ ત્રણ સપ્તાહમાં નિકિતા તેની સામે નોંધાયેલા કેસને લઈ દિલ્હીની કોર્ટમાં જઈ શકે છે. નિકિતા વ્યવસાયિક રીતે વકીલ છે.

દિલ્હી પોલિસે 15 ફેબ્રુઆરીના રોજ નિકિતાને ફરાર જાહેર કરતા બિન-જામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યાં હતા. ત્યારબાદ નિકિતાએ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ્દ કરવા અને વચગાળાના જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો નિકિતાના ધરપકડ થાય છે તો તે રૂપિયા 25 હજારના બોન્ડ અને એટલી જ રકમની જામીન રકમ ભરીને મુક્ત થઈ શકશે.
(આ પણ વાંચોઃ ટૂલકિટ કેસમાં પોલીસના નવા ખુલાસા:એક્ટિવિસ્ટ દિશાએ ટેલિગ્રામ એપ મારફતે ગ્રેટા થનબર્ગ સુધી ટૂલકિટ પહોંચાડી, વકીલ નિકિતાએ પણ તેને એડિટ કરી હતી)
દિશા રવિની નજીકની છે નિકિતા
નિકિતા જૈકબ ટૂલકિટ કેસમાં ધરપકડ કરાયેલ બેંગ્લુરુની 22 વર્ષિય એક્ટિવિસ્ટ દિશા રવિની નજીકની માનવામાં આવે છે. નિકિતાની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસની એક ટીમ કેટલાક દિવસોથી મુંબઈમાં છે. નિકિતાના ઘરે અને સંબંધિઓને ત્યાં તપાસ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ટીમ આ બાબતમાં નિકિતાની એક વખત પૂછપરછ કરી ચુકી છે, જોકે આગામી દિવસોમાં પૂછપરછ માટે બોલાવ્યા બાદ તે ફરી વખત હાજર થઈ નથી.

ટૂલકિટ કેસ વિવાદ સર્જાયા બાદ નિકિતાએ પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલિટ કરી દીધુ હતું. આ સાથે એવો દાવો કરવામાં આવતો હતો કે તેણે પોતાની પ્રોફાઈલમાં બોમ્બે હાઈકોર્ટની વકીલ, પર્યારણવાદી અને આમ આદમી પાર્ટી (AAP)સાથે જોડાયેલ હોવાની માહિતી આપી હતી. જોકે, નવી પ્રોફાઈલમાં તેણે AAP સાથે જોડાયેલ હોવાની વિગતો હટાવી દીધી હતી. બીજી બાજુ એક સોશિયલ મીડિયા યુઝર વિજય પટેલે દાવો કર્યો હતો કે નિકિતાએ 30 જાન્યુઆરી,2021ના રોજ સોલિડેરિટી વિથ ઈન્ડિયન ફાર્મર્સ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ઈન્સ્ટાગ્રામ પર ન્યૂઝ ઈનફ્લુઝ નામથી એક અકાઉન્ટ પણ તૈયાર કર્યું છે.

નિકિતા પર શું આરોપ છે
નિકિતા પર આરોપ છે કે તેણે દિશાના કહેવા પર ટૂલકિટને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી. દિશાની ધરપકડ કર્યાં બાદ દિલ્હીની કોર્ટના આદેશ પર તેણે 5 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટાએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું અને આ ટૂલકિટને શેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ અંગે વાંધો ઉઠાવ્યો તો ટ્વિટરે ટ્વિટ ડિલીટ કરી દીધું. ત્યારબાદ દિલ્હી પોલીસે અપરિચીત લોકો સામે કેસ નોંધાવ્યો.

દિશાએ જ ટૂલકિટને ગ્રેટા સાથે શેર કરી હતી
દિલ્હી પોલીસે રવિવારે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ દિશાની ધરપકડ કરી હતી. દિશા પણ ક્લાઈમેન્ટ એક્ટિવિસ્ટ છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ફ્રાઈડે ફોર ફ્યુચર કેમ્પેઇન શરૂ કરનારાઓમાં સામેલ દિશાએ ટૂલકિટ ગૂગલ ડોક બનાવી તેણે સર્ક્યુલેટ કરી. આ માટે તેણે વ્હોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું હતું. તે આ ટૂલકિટના ડ્રાફ્ટિંગમાં પણ સામેલ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો