• Gujarati News
  • National
  • According To The Government, The Death Toll From Corona Is 10 Thousand But According To The Survey Of Our Workers The Figure Is 300,000

રાહુલ ગાંધીના નિશાન પર હવે ગુજરાત:સરકારે કોરોનાનો મૃત્યુઆંક ભલે 10 હજાર આપ્યો, અમારા કાર્યકર્તાઓનો સર્વે કહે છે કે ત્રણ લાખનાં મૃત્યુ થયાં છે

10 દિવસ પહેલા
  • જિતુ વાઘાણીનો જવાબ- કોંગ્રેસ ખોટા આંકડા રજૂ કરવાનું બંધ કરે, સુપ્રીમકોર્ટના નિર્દેશો અનુસાર સહાય આપવામાં આવશે

કોરોનાથી થયેલાં મોત અને એના આંકડાઓને લઈને ગુજરાતમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. બુધવારે કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કરીને ગુજરાત સરકાર પર કોરોનાથી થયેલા મૃત્યુઆંકમાં મોટો ગોટાળો છે એવા આક્ષેપો કર્યા છે, સાથે જ તેમણે કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. જવાબમાં ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતને બદનામ કરવા માટે ખોટા આંકડા રજૂ કરી રહી છે. કોંગ્રેસ ખોટા આંકડા આપવાનું બંધ કરે. સુપ્રીમકોર્ટના નિર્દેશો પ્રમાણે સહાય આપવામાં આવશે.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા સર્વે પર કોરોના આંકડો 3 લાખ અને સરકારી આંકડો 10 હજાર
રાહુલ ગાંધીએ સરકાર પર કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છુપાવવાનો મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું હતું કે ગુજરાતમાં સરકારી ચોપડે નોંધાયેલો કોરોનાના મૃતકોનો આંકડો 10,000 છે અને તેઓ સહાય પણ આ 10 હજાર પરિવારોને આપવાના છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા થયેલા સર્વે અનુસાર 10 હાજરનો આંકડો ખોટો છે અને ગુજરાતમાં કોરોનાથી 3,00,00નાં મોત થયાં છે.

બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં નો બેડ, નો ઓક્સિજન, નો વેન્ટિલેટર
રાહુલ ગાંધીએ વીડિયોમાં કહ્યું હતું કે બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં દરેક મેડિકલ જરૂરિયાતોની અછત હતી. જે પણ હોસ્પિટલોમાં જઈએ ત્યાં નો બેડ, નો ઓક્સિજન અને નો વેન્ટિલેટરની સ્થિતિ હતી. ગુજરાત સરકાર મેડિકલ સેવા બાબતે નિષ્ફળ સાબિત થયું છે. જ્યારે સરકારે હોસ્પિટલોમાં જનતાની મદદ કરવાની હતી ત્યારે તેઓ ત્યાં નહોતા અને હવે સહાય આપવાની વાત આવી ત્યારે સરકાર મદદ નથી કરતી.

મોત કોરોનાથી, પરંતુ સર્ટિફિકેટમાં પેનિક અટેક
રાહુલ ગાંધીએ પોતાના વીડિયોમાં એ પણ ઘટસ્ફોટ કર્યો છે કે કોરોનાથી મૃત્યુ થયેલા લોકોના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ કોરોના નહીં, પરંતુ પેનિક અટેક દર્શાવાયું છે, જેથી કરીને તેમના પરિવારોને હવે સહાય મળી નહીં શકે અને સરકાર સહાય પણ 50 હજાર આપવાની છે ત્યારે મૃતકનાં પરિવારજનોએ કહ્યું હતું કે હોસ્પિટલનું બિલ જ 2-3 લાખ રૂપિયા આવ્યું હતું, 50 હજારથી કશું થશે નહીં.

મોદીને ટોણો- હવાઈ જહાજ ખરીદવા 8458 કરોડ, પરંતુ સહાયના માટે કશું નહીં
રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધતાં કહ્યું હતું કે સરકાર પાસે PMના હવાઈ જહાજ ખરીદવા માટે 8458 કરોડ રૂપિયા છે, પરંતુ મૃતકોનાં પરિવારજનોને સહાય આપવા બાબતે કોઈ બજેટ નથી, સાથે કેટલાક ઉદ્યોગપતિઓ પર નિશાન સાધી કહ્યું હતું કે સરકારે કોરોનામાં જરૂરિયાતોને મદદ ન કરી, પરંતુ ઉદ્યોગપતિઓના ટેક્સમાં ઘટાડો કરી તેમની ખૂબ જ મદદ કરી હતી.

મૃતકોને 4 લાખની સહાય મળે એ માટે કમ્પેન શરૂ કરાયું
કોંગ્રેસે સરકાર પાસેથી કોરોનાથી થયેલાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 50 હજારની બદલે 4 લાખ રૂપિયા સહાય આપવાની માગ કરી છે અને એના માટે કોંગ્રેસે કમ્પેન પણ શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...