તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • According To Research, In The Second Fortnight Of April, The Transition To Corona May Be Milder Than The Peak, With A Sharp Decline In Late May.

કોરોના લહેર શાંત પડવાની આશા:સંશોધનો પ્રમાણે એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના સંક્રમણ સર્વોચ્ચ સ્તરેથી હળવું થઈ શકે છે, મેના અંત ભાગમાં તીવ્ર ઘટાડો થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકાર દ્વારા હાથ ધરાયેલુ વેક્સિનેશન અભિયાન લોકડાઉનથી પણ વધુ અસરકારક, ટૂંકમાં સારા પરિણામ મળી શકે છે
  • 23 માર્ચથી મે મહિનાના અંત સુધીમાં કોરોનાના 25 લાખ કેસ ઉમેરવાની શક્યતા દર્શાવાઈ હતી

કોરોના મહામારીના વર્તમાન સંકટમાં સંશોધનકર્તાઓ રજૂ કરેલા તારણોમાં કોરોના લહેરમાં કેટલીક રાહત મળવાની શક્યતા દર્શાવી છે, જોકે આ રાહતમાં પણ સાવચેતીનો સંદેશ છૂપાયેલો છે. વિવિધ સંશોધન પ્રમાણે દેશમાં કોરોના સંક્રમણ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં તેની ચરમસીમા પર પહોંચ્યા બાદ સંક્રમણની ઝડપ ધીમી પડવાની અને મે મહિનાના અંત ભાગ સુધીમાં તીવ્ર ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સરકાર દ્વારા જે વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેને લોકડાઉન કરવાની સ્થિતિ કરતા વધારે અસરકારક હોવાનું પણ તારણમાં જણાવાયું છે. અલબત કોરોનાના કેસમાં કેટલા સમય સુધી વધારો થશે તે અંગે જે કેટલીક સંસ્થાઓએ અંદાજ રજૂ કર્યાં છે તે તમામના અંદાજ અને ગણતરીમાં સમાનતા એ વાતની છે કે કોરોનાના કેસ એપ્રિલના બીજા પખવાડીયા સુધી વધી શકે છે અને મે મહિનાના અંત ભાગ સુધીમાં તીવ્ર ઘટાડો આવી શકે છે.

ગયા વર્ષે કરાયેલી ધારણા ખરી રહી
સમગ્ર ભારતમાં કોવિડ-19ના પ્રથમ લહેર વખતે પોતાના મેથેમેટીકલ અભિગમ અંગે SUTRA નામથી આગાહી કરવામાં આવી હતી, જે પ્રમાણે ઓગસ્ટ મહિનામાં સંક્રમણમાં પ્રારંભિક અવસ્થામાં તીવ્ર ઉછાળો આવવાનો અને સપ્ટેમ્બર મહિના સુધીમાં તે સર્વોચ્ચ સપાટી પર પહોંચવાનો તેમ જ ફેબ્રુઆરી,2021માં તેનું પ્રમાણ ખૂબ જ ઘટી જવાની આગાહી કરવામાં આવી હતી.

15-20 એપ્રિલના ગાળામાં સંક્રમણના કેસ સર્વોચ્ચ સપાટીએ પહોંચી શકે
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુરના મણિન્દ્ર અગ્રવાલ સહિતના વૈજ્ઞાનિકોએ એક એવું મોડેલ રજૂ કર્યું છે કે જેમાં સંક્રમણના વર્તમાન તબક્કા અંગે આગાહી કરવામાં આવી છે. આ મોડેલ પ્રમાણે સંક્રમણના નવા કેસોની સંખ્યા એપ્રિલના મધ્ય ભાગમાં ઉચ્ચ સપાટી પર રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.ભારતમાં કોરોનાના કેસ 15-20 એપ્રિલ વચ્ચેના ગાળામાં તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચી શકે છે, જોકે ત્યારબાદ તે ધીમી ગતિએ ઘટાડા તરફી દિશા અપનાવી લેશે. મે મહિનાના અંત ભાગ સુધીમાં કેસની આ સંખ્યામાં તીવ્ર ઘટાડો થઈ શકે છે.

23 માર્ચથી મે મહિનાના અંત સુધીમાં કોરોનાના 25 લાખ કેસ વધવાની શક્યતા દર્શાવી
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) તાજેતરમાં જ "સંક્રમણની બીજી લહેરઃ અંતની શરૂઆત" શિર્ષક હેઠળ રજૂ કરવામાં આવેલા સંશોધન અહેવાલમાં પણ કોરોનાની બીજી લહેર ક્યારથી શરૂ થશે તે અંગે માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંત ઘોષે ગયા મહિનાના અંતિમ પખવાડિયામાં રજૂ કર્યો હતો.

અહેવાલ પ્રમાણે 23 માર્ચથી શરૂ કરી મે મહિનાના અંત ભાગ સુધીમાં કોરોનાનાના કેસમાં 25 લાખનો ઉમેરો થવાની શક્યતા દર્શાવી હતી. અહેવાલ પ્રમાણે 15 ફેબ્રુઆરીથી 100 દિવસ સુધી કોવિડ-19ની બીજી લહેર ચાલી શકે છે ત્યારે વેક્સિનેશનનું અભિયન લોકડાઉન કરતાં પણ વધારે અસરકારક નિવડી શકે છે.

નિષ્ણાત ડોક્ટરોનું શું કહેવું છે
અમદાવાદના જાણીતા ડોક્ટર તેજસ પટેલના મતે કોરોના સંક્રમણના કેસ એક ચોક્કસ સ્તરની ઉચ્ચ સપાટી બનાવ્યા બાદ ઘટાડો થવાની શરૂઆત થશે, આ લહેરમાં ઘટાડો થવામાં આશરે 30 દિવસ લાગી શકે છે. વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. કોરોના વેક્સિનથી જ મોતનું પ્રમાણ ઘટાડી શકાશે.બીજી બાજુ કોરોના મહામારી પર નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતોની પેનલના સભ્ય ડો. દિલીપ માવળંકરના મતે ખાસ કરીને ગુજરાતમાં 4 કરોડ લોકોના વેક્સિનેશન થયા બાદ કોરોના કાબૂમાં આવશે.

કોવિડ-19ની ઉચ્ચ સપાટીને કેવી રીતે ગણવામાં આવી
આ મોડેલમાં ત્રણ મુખ્ય માપદંડોનો ઉપયોગ કરીને કોરોના વાઈરસની મહામારી અંગે અંદાજ લગાવવામાં આવ્યો છે. પ્રથમ માપદંડને બેટા, અથવા કોન્ટેક્ટ રેટ કહેવામાં આવે છે. તેમા દરરોજ કેટલી સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે તે પ્રમાણે આંકલન કરવામાં આવે છે. તે આર-નૌટ વેલ્યુ સાથે સંકળાયેલ છે,તેમાં સંક્રમિત લોકોની એવી સંખ્યા કે જે તેમના સંક્રમણની સ્થિતિનો ફેલાવો કરે છે તેનો સમાવેશ કરાય છે. બીજો માપદંડ 'રિચ (Reach)' છે, જેમાં કોવિડ-19ના સાથે વસ્તીના એક્સપોઝર લેવલને માપવામાં આવે છે અને ત્રીજા માપદંડને 'એપસિલન (Epsilon)' છે,જેમાં કોરોના વાઈરસના કેસના ડિટેક્ટ થયેલા અને અંડરડિટેક્ટેડ ગુણોત્તર છે.

ભારતમાં દરરોજ આવતા કોરોનાના કેસનો વિક્રમ સર્જાયો
ભારતમાં ગઈકાલે એક જ દિવસમાં 1,69,914 લોકો સંક્રમિત થયા હતા, જ્યારે 904 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા હતા.