તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • According To PTI's Tweet, Now Forwarded Message Control Over WhatsApp Can Be Forwarded To 1 Message Instead Of 5 Persons Simultaneously.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અફવા રોકવા વોટ્સએપની નવી પોલિસીઃ ફોરવર્ડ મેસેજ પર અંકૂશ, એક સાથે 5 વ્યક્તિને બદલે હવે 1ને જ મેસેજ ફોરવર્ડ કરી શકાશે

અમદાવાદએક વર્ષ પહેલા
 • પ્રવર્તમાન સંજોગોમાં અફવાઓ ફેલાતી રોકવા વોટ્સએપ પર ફોરવર્ડેડ મેસેજની મર્યાદા વધુ ચુસ્ત બનાવાઈ
 • અગાઉ એક મેસેજ એક સાથે 5 વ્યક્તિને મોકલી શકાતો હતો, હવે એ એક સમયે કોઈ એક વ્યક્તિને જ ફોરવર્ડ કરી શકાશે

કોરોના મહામારીની સમાંતરે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પણ એટલું જ ત્રાસદાયક સંકટ બની રહી છે. લોકોમાં ખોટી માહિતી ફેલાતી રોકવા માટે વોટ્સએપ પોતાની પોલીસીમાં બદલાવ લાવશે. વોટ્સએપ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે હવે મેસેજ ફોરવર્ડ કરવાની મર્યાદા વધુ ચુસ્ત બનાવવામાં આવશે.  અગાઉ અનલિમિટેડ ફોરવર્ડની પોલિસી બદલીને વોટ્સએપે એક સમયે એક સાથે 5 વ્યક્તિને ફોરવર્ડ થઈ શકે એવી જોગવાઈ કરી હતી. હવે કોરોના સંકટ વખતે તેમાં વધુ ચુસ્તી લાદવામાં આવી છે. એ મુજબ એક સાથે એક જ વ્યક્તિને મેસેજ ફોરવર્ડ થઈ શકશે. આમ કરવાથી મેસેજ પ્રસારની ઝડપ પર અંકૂશ લાવવાનો વોટ્સએપનો ઈરાદો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો