• Gujarati News
  • National
  • Accidents Due To Bad Weather, Low Visibility, Crash Landing Also Failed Due To Dense Forest

CDSના હેલિકોપ્ટરની દુર્ઘટના કેમ થઈ?:ખરાબ હવામાન, ઓછી વિઝિબિલિટીને કારણે દુર્ઘટના ઘટી, ગાઢ જંગલના કારણે ક્રેશ લેન્ડિંગ પણ ફેલ થયું

નવી દિલ્હી2 મહિનો પહેલાલેખક: હેમંત અત્રી

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ ખરાબ હવામાન માનવામાં આવે છે. અત્યાર સુધી સામે આવેલા સંકેત અને દિલ્હીમાં ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા મુજબ ગાઢ જંગલ, પહાડી વિસ્તાર અને લો વિઝિલિબિટીના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું.

વેલિંગ્ટનનું હેલિપેડ જંગલ અને પહાડી વિસ્તાર બાદ આવે છે તેથી પાયલટ માટે તેને દૂરથી જોવું મુશ્કેલભર્યું હોય છે. એવામાં ખરાબ હવામાનમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ અહીં હંમેશા માટે પડકારજનક રહે છે.

રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા માટે ચોપરની આજુબાજુના વૃક્ષોને હટાવતાં રેસ્ક્યૂ દળના લોકો અને પોલીસના જવાનો
રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા માટે ચોપરની આજુબાજુના વૃક્ષોને હટાવતાં રેસ્ક્યૂ દળના લોકો અને પોલીસના જવાનો

કોઈ પણ પ્રકારની ભૂલ નહીં થાય તેવી આશંકા ઘણી જ ઓછી
પ્રાથમિક સંકેતો મુજબ ખરાબ હવામાન દરમિયાન વિઝિબિલિટી ઓછી હોવાને કારણે હેલિકોપ્ટરને ઓછી ઉંચાઈએ ઉડાન ભરવી પડે છે. લેન્ડિંગ પોઈન્ટથી અંતર ઓછું હોવાને કારણે પણ હેલિકોપ્ટર ઘણું નીચે હતું. નીચે ગાઢ જંગલ છે તેથી ક્રેશ લેન્ડિંગ પણ ફેલ રહી.

આ હેલિકોપ્ટરના પાયલટ ગ્રુપ કેપ્ટન અને સીઓ રેન્કના અધિકારી હતા. એવામાં માનવીય ભૂલની આશંકા થાય તે સ્વભાવિક છે. હેલિકોપ્ટર ટ્વિન એન્જિનવાળું હતું. એવામાં જો એક એન્જિન ફેલ થઈ જાય તો પણ બીજા એન્જિનથી લેન્ડિંગ કરી શકાય છે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે તાત્કાલિક સ્ટ્રેચરની વ્યવસ્થા કરાઈ હતી અને તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે તાત્કાલિક સ્ટ્રેચરની વ્યવસ્થા કરાઈ હતી અને તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

એક્સપર્ટે કહ્યું- વેલિંગ્ટનનું હેલિપેડ લેન્ડિંગ માટે મુશ્કેલ સ્પોટ
એક્સપર્ટે જણાવ્યું કે વેલિંગ્ટનનું હેલિપેડ લેન્ડિંગ માટે આસાન નથી. લેન્ડિંગ સ્પોટથી થોડે દૂર પહાડો છે તેના કારણે પણ હેલિપેડ દૂરથી ન જોઈ શકાય. ઘણાં નજીક આવ્યા બાદ જ હેલિપેડ નજરે પડે છે. જે બાદ પાયલટ લેન્ડિંગનો અંતિમ નિર્ણય લે છે. રાવતના હેલિકોપ્ટર ક્રેશ મામલામાં એવું બની શકે છે કે ખરાબ વાતાવરણમાં પાયલટને જ્યારે હેલિકોપ્ટર નજીક લાગ્યું હશે ત્યારે તેઓએ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હશે. જે બાદ ગાઢ જંગલમાં ફસાયું હશે અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે આ દુર્ઘટના ઘટી હશે.

અન્ય સમાચારો પણ છે...