• Gujarati News
  • National
  • Accidents Caused By Poor Bridge Design; Safety Features Were Correct, Seat Belt Was Not Worn So Life Was Lost

સાયરસની મર્સિડીઝનો ફોરેન્સિક રિપોર્ટ:પુલની ખરાબ ડિઝાઇનથી થયો અકસ્માત; સેફ્ટી ફીચર્સ યોગ્ય હતા, સીટબેલ્ટ પહેર્યો નહોતો, તેથી જીવ ગયો

દિલ્હી/મુંબઈએક મહિનો પહેલા

મુંબઈ-અમદાવાદ હાઈવે પર સૂર્યા નદીના પુલના ખરાબ ડિઝાઈનને કારણે ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ. અકસ્માતની તપાસ માટે પહોંચેલી IIT ખડગપુરની 7 મેમ્બરવાળી ફોરેન્સિક ટીમે કારની ડિટેઈલ તપાસ કર્યા બાદ આ રિપોર્ટ આપ્યો છે.

તપાસ ટીમે એ પણ જાણ્યું કે સાયરસ મિસ્ત્રીની મર્સિડીઝ GLC 220 કારના તમામ સેફ્ટી ફંક્શન યોગ્ય રીતે કામ કરી રહ્યાં હતાં. દુર્ઘટના સમયે એરબેગ પણ ખૂલી હતી, પરંતુ સીટબેલ્ટ ન બાંધ્યો હોવાને કારણે અથડાવવાથી સાયરસને શરીરના અંદરના ભાગમાં ઈજા થઈ. આ જ તેમના મોતનું કારણ છે.

IIT ખડગપુરની સાત મેમ્બર્સવાળી ફોરેન્સિક ટીમે બે Ph.D સ્કોલર, મેકેનિકલ અને સિવિલ એન્જિનિયર, ક્રેશ ઈન્વેસ્ટિગેશનના અનુભવી પ્રોફેશનલ્સ અને સિમ્યુલેશનમાં સ્પેશિયલાઈઝેશન રાખનારા એક-એક મેમ્બર સામેલ છે. સેવ લાઈફ ફાઉન્ડેશને આ ટીમને સાયરસની કારના એક્સિડન્ટની તપાસ માટે નિયુક્ત કર્યા છે.

ટીમનો દાવો- સાયરસનું માથું કારની છત સાથે અથડાયું
ફોરેન્સિક ટીમના રિપોર્ટ મુજબ કારની સ્થિતિ અને મિસ્ત્રીના પોસ્ટમોર્ટમમાં એ વાત સામે આવી છે કે સાયરસના શરીરના અંદરના ભાગોમાં ઈજા થઈ હતી અને કાર ફુલ સ્પીડમાં હતી. ટીમના સભ્યોએ કહ્યું કે અમારી પાસે મજબૂત પુરાવા છે કે પાછલી સીટ પર બેઠેલા બંને લોકો (સાયરસ અને જહાંગીર)એ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. આ જ કારણે ડિવાઈડરથી કાર અથડાયા બાદ બંને ઉછળ્યા અને તેમનું માથું કારની છત સાથે અથડાયું. તેનાથી તેના માથા અને શરીરનાં બીજાં અંગો પર જીવલેણ ઈજાઓ થઈ.

તપાસ ટીમે જણાવ્યું- જો સાયરસ અને જહાંગીરે સીટબેલ્ટ લગાવ્યો હોત તો આવા અકસ્માત પછી તેના શરીર પર ઈજાનાં નિશાન હોત. સાયરસની મર્સિડીઝમાં પાછળની સીટના બંને બેલ્ટ યોગ્ય હતા અને પોતાની પોઝિશન પર જ મળ્યા. તેનો અર્થ એ છે કે દુર્ઘટના સમયે તેઓએ તેનો ઉપયોગ કર્યો ન હતો.

ડિવાઈડર સાથે અથડાયા પછી કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હતો. એ બાદ આગલી સીટ પર બેઠેલા બંને લોકોના જીવ બચી ગયા હતા.
ડિવાઈડર સાથે અથડાયા પછી કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયો હતો. એ બાદ આગલી સીટ પર બેઠેલા બંને લોકોના જીવ બચી ગયા હતા.

એક્સિડન્ટમાં સાયરસે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો
અમદાવાદ-મુંબઈ હાઈવે પર રવિવારે થયેલી દુર્ઘટનામાં સાયરસ મિસ્ત્રી (54)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટનામાં તેમના મિત્ર જહાંગીર પંડોલે (49)એ પણ જીવ ગુમાવ્યો હતો. કાર ડ્રાઈવ કરી રહેલી મહિલા ડોક્ટર અનાયતા પંડોલે અને તેમના પતિ દરીયસ પંડોલે ઘાયલ છે. દરીયસ JM ફાયનાન્સિયલના CEO છે. સ્થાનિક લોકોએ કારમાંથી ચારેયને બહાર કાઢ્યા હતા.

મર્સિડીઝ બેન્ઝના એક્સિડન્ટ પછી સાયરસ મિસ્ત્રી (જમણે લાલ સર્કલમાં) અને કાર ડ્રાઈવ કરી રહેલી ડોક્ટર અનાયતા મંડોલે (ડાબે)
મર્સિડીઝ બેન્ઝના એક્સિડન્ટ પછી સાયરસ મિસ્ત્રી (જમણે લાલ સર્કલમાં) અને કાર ડ્રાઈવ કરી રહેલી ડોક્ટર અનાયતા મંડોલે (ડાબે)

અથડાયા બાદ કારની ફ્રન્ટ અને કન્ટેન એરબેગ પણ ખૂલી હતી
એરબેગ્સને લઈને ટીમે કહ્યું કે દુર્ઘટના સામેની બાજુએથી થઈ તેથી આગળની સીટના એરબેગ ખૂલ્યાં. લગભગ એનર્જીના ટ્રાન્સફરને કારણે ડાબી બાજુના કન્ટેન એરબેગ પણ ખૂલી ગયાં હતાં. ફોરેન્સિક ટીમ મર્સિડીઝ ઈન્ડિયાના અધિકારીઓના સંપર્કમાં પણ છે. કંપની ટૂંક સમયમાં જ સરકારને પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. સેવ લાઈફ ફાઉન્ડેશન ઉપરાંત મુંબઈના કલીનાથી ફોરેન્સિક સાયન્સ લેબોરેરીઝની ટીમ પણ દુર્ઘટનાની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...