ઉત્તરાખંડના રુરકી શહેરમાં આવેલા મેંગલોર કોતવાલી વિસ્તારમાં દિલ્હી-હરિદ્વાર હાઈવે પર એક અનિયંત્રિત કારે બે છોકરીઓને ટક્કર મારી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. બંને ઈજાગ્રસ્તોને હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બે છોકરીઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સ્પીડમાં આવતી કારે તેમને ટક્કર મારી. જેથી બંને ઉછળીને સામેના રસ્તે પટકાયા અને ત્યાંથી પસાર થતી કારે પણ તેને કચડ્યા. આ હ્રદયને હચમચાવી દેનારી ઘટના જોઈને તમામ લોકો ત્યાં એકત્રિત થઈ ગયા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા. જે બાદ પોલીસને પણ દુર્ઘટના અંગે જાણ કરવામાં આવી.
કોતવાલી પોલીસે જણાવ્યું કે, બંને છોકરીઓ મંડવાલી ગામની રહેવાસી છે. 16 વર્ષની નરગિસ અને 7 વર્ષની ઇનાયા દુકાનેથી સામાન લઈને હાઈવે ક્રોસ કરતી વખતે ડિવાઈડર પાસે ઉભી હતી. ત્યારે જ ઝડપભેર આવતી કારે બંનેને કચડ્યા હતા. પોલીસે કારને જપ્ત કરી છે અને ચાલકને કસ્ટડીમાં લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.