તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Accident Occurred When A Car Rammed Into A Truck Parked On The Lucknow Agra Express Highway.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર ઊભેલી ટ્રકમાં કાર ઘૂસી જતાં 6 મિત્રોનાં એકસાથે મોત, કચ્ચરઘાણ થયેલી કારને કટરથી કાપી મૃતદેહો બહાર કઢાયા

ઉત્તરપ્રદેશ21 દિવસ પહેલા
લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં. - Divya Bhaskar
લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ઉત્તરપ્રદેશના લખનઉથી કારમાં સવાર કેટલાક લોકો બાલાજી દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 6 લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કચ્ચરઘાણ થઈ ગયેલી કારની બોડીને કટર દ્વારા કાપીને એમાંથી ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત ઉત્તરપ્રદેશના કન્નોજ જિલ્લામાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ હાઇવે પર થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત ગત રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ થયો હતો. 6 મિત્રો પોતાની કારથી લખનઉથી બાલાજી દર્શન કરવા જઇ રહ્યા હતા, ત્યારે કાર ચલાવનાર વ્યક્તિને જોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો.

કાર ચલાવનાર વ્યક્તિને જોકું આવી જતાં કાર નંબર UP LT 8086 હાઇ-વે પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર તમામ 6 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. તેમનાં નામ પ્રમોદ યાદવ, સત્યભાન, મોહિત પાલ, સોનું યાદવ, જ્ઞાનેન્દ્ર છે. 6 મૃતકોમાં એકની હજી સુધી ઓળખ થઈ શકી નથી. તમામ મૃતકોને મેડિકલ કોલેજ તિર્વા ખાતે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ કારમાં સવાર તમામાં લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં અને તમામ મૃતદેહ કચ્ચરઘાણ થઈ ગયેલી કારમાં ફસાઈ ગયા હતા. કારને કટર વડે કાપીને ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

આગ્રા એક્સપ્રેસ હાઇવે પર કન્નોજમાં અકસ્માત
ઉત્તરપ્રદેશમાં કન્નોજમાં શનિવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મૃત્યુ થયાં છે. આ અકસ્માત લખનઉ-આગ્રા એક્સપ્રેસ પર તાલગ્રામ વિસ્તારમાં સર્જાયો હતો.

લખનઉથી કારમાં સવાર લોકો બાલાજી મંદિરના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે કાર ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એમાં સવાર તમામ લોકોનાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો