તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હચમચાવી નાખતો અકસ્માત:તારાપુર પાસે ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાવનગરના અજમેરી પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત, લગ્નપ્રસંગ માણી પરત ફરી રહ્યાં હતાં

આણંદ3 મહિનો પહેલા
ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાંના અહેવાલ મળ્યા છે.
  • મૃતકોમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળકોનો સમાવેશ
  • મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી
  • મુખ્યમંત્રીએ હતભાગીઓને મદદ પૂરી પાડવા તંત્રને સૂચના આપી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2-2 લાખની સહાયની જાહેરત કરી

આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 9 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે. વરતેજ ખાતે તેમના સંબંધીઓએ જણાવ્યું હતું કે આ પરિવાર જલગાંવમાં લગ્ન સમારંભ પતાવીને પરત ફરી રહ્યો હતો.

એક મૃતકની ઓળખ થઇ શકી નથી
બનાવ અંગે ડીવાયએસપી ભરતી પંડ્યાએ જણાવ્યું હતું કે વહેલી સવારે ઇન્દ્રણજ પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. પિંજારા અજમેરી પરિવારના સભ્યોનાં અકસ્માતમાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં સિરાજભાઈ પિંજારા પરિવારના મોભી છે, જ્યારે એક મૃતકની ઓળખ થઇ શકી નથી. બનાવ અંગે સંબંધીઓને જાણ કરવામાં આવી છે વધુ માહિતી તેઓ આવ્યા બાદ જાણવા મળશે. ટ્રકચાલકની વિગતો મેળવાઈ રહી છે. અકસ્માત થવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

વરતેજના અજમેરી પરિવારને વહેલી સવારે અકસ્માત નડ્યો
સુરતથી ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગર ના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 5 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે.

મૃતકોના નામ
1.) રહીમભાઈ સૈયદ (60)
2.) મુસ્તુફા ડેરૈયા (22)
3.) સીરાજભાઈ અજમેરી (40)
4.) મુમતાજબેન અજમેરી (35)
5.) રઈશ સીરાજભાઈ (04)
6.) અનીસાબેન અલ્ત‍ાફભાઈ (30)
7.) અલ્ત‍ાફભાઈ (35)
8.) મુસ્કાન અલ્તાફભાઈ (06)
9.) રાઘવભાઈ ઉર્ફે ઉકાભાઈ ગોહેલ, ઇકોના ડ્રાઇવર (સિદસર)

મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી.
મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી.

અકસ્માતને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી

બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત
પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

9 લોકોમાં મહિલાઓ તેમજ એક બાળકી પણ હતી.
9 લોકોમાં મહિલાઓ તેમજ એક બાળકી પણ હતી.

અકસ્માતની જાણ થતાં કોંગ્રેસના શક્તિસિંહે મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

આ પણ વાંચો: પાટીલના નવસારીમાં 5.60 લાખ લોકોનું જ વેક્સિનેશન, આદિવાસી બેઠક બારડોલીમાં સૌથી વધુ 13.73 લાખ લોકોએ રસી લીધી

આ પહેલાં પણ ટ્રક-ઈકોના અકસ્માતમાં 4નાં મોત થયાં હતાં
જોકે હાલ આ પરિવાર કોણ છે એની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો અને તમામ મૃતકોને તારાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ગત મહિને 21 મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવી રહેલા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 4 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

21 મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે અક્સ્માત સર્જાયો હતો.
21 મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે અક્સ્માત સર્જાયો હતો.

પરિવારના 3 સભ્યે હોસ્પિટલમાં દમ તોડ્યો
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યમાંથી 3 સભ્યનાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતાં, મૃતકોને પીએમ અર્થે ખસેડી પાલનપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

મોરબીથી આવતી ટ્રક સાથે અકસ્માત
મળતી વિગતો મુજબ સુરતથી ભાવનગર જતી ઇકો કાર જ્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે પહોંચી ત્યારે મોરબીથી આવતી ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં કલેક્ટર આરજી ગોહિલ અને જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અમિત શાહે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
અમિત શાહે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
અન્ય સમાચારો પણ છે...