તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Accident Between Scorpio And Container, 8 People Died On The Spot Scorpio's Body Was Mutilated

યુપીમાં મોટો અકસ્માત:સ્કોર્પિયો- કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ, કારની બોડી કાપીને મૃતદેહોને બહાર કઢાયા

આગ્રા3 મહિનો પહેલા
અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારની બોડી કાપીને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને એક કલાકના પ્રયત્નો પછી બહાર કાઢી શકાયા હતા.
  • આગરામાં હાઇવે પર સામેથી આવી રહેલા કન્ટેનર સાથે સ્કોર્પિયો અથડાતાં અકસ્માત
  • અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો

ઉત્તરપ્રદેશના આગરામાં ગુરુવારે વહેલી સવારે એત્માદૌલા વિસ્તારમાં ડિવાઇડર તોડીને રોંગ સાઇડમાં પહોચેલી સ્કોર્પિયો સામેથી આવી રહેલા કન્ટેનર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. ચાર લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ થઈ નથી. સ્કોર્પિયોનો રજિસ્ટ્રેશન નંબર ઝારખંડનો છે.

અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી.
અકસ્માત બાદ સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

કન્ટેનરચાલકે અકસ્માત ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યો
મળતી માહિતી મુજબ, હાઇવે પર અકસ્માત સવારે 5.15 કલાકે થયો હતો. એત્માદપુર તરફથી આવી રહેલી એસયુવી બેકાબૂ થઈને ડિવાઇડર પર ચઢીને રોંગ સાઈડ પર પહોંચી હતી. કન્ટેનરનો ડ્રાઈવર કારને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા, પણ વધારે સ્પીડને કારણે નિષ્ફળ રહ્યો. અકસ્માત બાદ કન્ટેનરનો ડ્રાઈવર અને ક્લીનર નાસી છૂટયા હતા.

એસયુવી સાથે અથડાયા બાદ કન્ટેનર પણ ડિવાઇડર પર ચઢી ગયું હતું. બાદમાં એને ક્રેનની સહાયથી રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું.
એસયુવી સાથે અથડાયા બાદ કન્ટેનર પણ ડિવાઇડર પર ચઢી ગયું હતું. બાદમાં એને ક્રેનની સહાયથી રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું હતું.

સ્કોર્પિયોની બોડી કાપ્યા બાદ મૃતદેહોને બહાર કાઢવા પડ્યા
અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કચ્ચરઘાણ થઈ ગયેલી કારની બોડીને કાપીને લગભગ એક કલાકના પ્રયત્નો બાદ મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...