ભયાનક અકસ્માતમાં 15નાં મોત:ઝારખંડનો બનાવ, ગેસ-સિલિન્ડરથી ભરેલી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ, મુસાફરોને બહાર કાઢવા કટરનો ઉપયોગ કરાયો

18 દિવસ પહેલા

ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભયાનક રોડ એક્સિડન્ડ થયો છે, જેમાં 15નાં મોત થયાં છે. પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ-સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઈ છે. બસમાં 40થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ફુરચા ઊડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કૃષ્ણા રજત બસ અને LPG સિલિન્ડર્સ ભરેલી ટ્રક એટલી જોરથી અથડાઈ હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નછી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

એક્સિડન્ટ પછી અહીં તહીં વિખેરાયેલા મૃતદેહો
એક્સિડન્ટ પછી અહીં તહીં વિખેરાયેલા મૃતદેહો

ઘટનાની માહિતી મળતાં જ સૌથી પહેલાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રશાસન અને પોલીસના પહોંચ્યા પહેલાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દુર્ઘટના પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના સીનિયર અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઘાયલોને સ્થાનિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
ઘાયલોને સ્થાનિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

ધુમ્મસના કારણ એક્સિડન્ટ થયો હોવાની શક્યતા
દુર્ઘટનાની તપાસ કરવા પહોચેલા પોલીસ અધિકારીઓનું માનવું છે કે, કદાચ આ એક્સિડન્ટ ધુમ્મસના કારણે થયો હશે. ટ્રક ચાલકને સામેથી આવતી બસ દેખાઈ નહીં હોય. તેથી તેણે સીધી બસને ટક્કર મારી દીધી હશે. તે સમયે બસમાં બેઠેળા ઘણાં લોકો ત્યારે ઉંઘચા હતા. આ જ કારણે કોઈને બચવાનો પ્રયત્ન કરવાનો પણ સમય ના મળ્યો.

અન્ય સમાચારો પણ છે...