તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Accident At 5 A.m. Near Hospital Emergency Ward, Patients Admitted On Ventilator Shifted; Another Event In 12 Days

દિલ્હી AIIMSમાં આગ:હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડની નજીક સવારે 5 વાગે દુર્ઘટના ઘટી, વેન્ટિલેટર પર દાખલ દર્દીઓને શિફ્ટ કરાયા; 12 દિવસમાં બીજી ઘટના

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • સોમવારે વહેલી સવારે દિલ્હીની AIIMSમાં આગ લાગી હતી
  • આગ લાગ્યા બાદ દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સોમવારે ઈમર્જન્સી વોર્ડ નજીક ગ્રાઉન્ડ ફ્લોર પરના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ 7 ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ સવારે 5 વાગ્યાની આસપાસ લાગી હતી.

ઈમર્જન્સી વોર્ડ નજીક ગ્રાઉન્ડ ફ્લોર પરના સ્ટોર રૂમમાં આગ લાગી હતી.
ઈમર્જન્સી વોર્ડ નજીક ગ્રાઉન્ડ ફ્લોર પરના સ્ટોર રૂમમાં આગ લાગી હતી.

આગની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને હોસ્પિટલ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓને પણ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલની બહાર કઢાયેલા દર્દીઓની ડોકટર દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી.

7 ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
7 ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગ્યા બાદ દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આગ લાગ્યા બાદ દર્દીઓને હોસ્પિટલમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

16 જૂને પણ લાગી હતી આગ
આ પહેલાં 16 જૂને દિલ્હીના AIIMSમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અહીં રાત્રે 10:32 વાગ્યાની આસપાસ હોસ્પિટલના 9મા માળે આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 22 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર ન હતા. રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે હોસ્પિટલના કન્વર્ઝેન્સ બ્લોકમાં આગ લાગી હતી.