તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • About 3.43 Lakh Patients Were Found And 3.44 Lakh Recovered In 24 Hours, The Third Time This Month More People Recovered Than New Patients

કોરોના દેશમાં:24 કલાકમાં લગભગ 3.43 લાખ દર્દી નોંધાયા અને 3.44 લાખ સાજા થયા, આ મહિનામાં ત્રીજી વખત નવા દર્દી કરતાં વધુ લોકો સાજા થયા

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • ભુવનેશ્વરની જેલમાં 120 કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
 • દેશમાં નવા દર્દીઓ કરતાં વધુ લોકો સાજા થઈ રહ્યા

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 3 લાખ 43 હજાર 896 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જ્યારે 3 લાખ 44 હજાર 570 લોકો સાજા થયા અને 3,997 દર્દીઓ મૃત્યુ પામ્યા. આ મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે નવા દર્દીઓ કરતાં વધુ લોકો સ્વસ્થ થયા છે. 4 દિવસ પહેલાં 10 મેના રોજ 3.29 લાખ કેસ નોંધાયા હતા અને 3.55 લાખ લોકો સાજા થયા હતા. બીજા દિવસે 11મે એ 3.48 લાખ નવા દર્દીઓ સામે 3.55 લાખ દર્દીઓ સાજા થયા હતા.

કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 9 મેના રોજ 37.41 લાખ હતી, જે હવે ઘટીને 37 લાખ થઈ ગઈ છે. ગુરુવારે તેમાં 5,753નો ઘટાડો થયો છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2 કરોડથી વધુ થઈ ગઈ છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.42 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,997
 • છેલ્લા 24 કલાકમાં કુલ રિકવર: 3,44,570 લાખ
 • અત્યારસુધીમાં કુલ કેસ: 2.40 કરોડ
 • અત્યારસુધી સાજા થયા: 2 કરોડ
 • અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.62 લાખ
 • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37 લાખ

18 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
18 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. આમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા અને પુડુચેરી સામેલ છે. અહીં પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે.

14 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશમાં 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

 • ઓડિશાની ભુવનેશ્વર જેલમાં 120 કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 2 લોકોનાં મોત પણ થયાં છે. DIG શુભાકાંત મિશ્રાએ જણાવ્યું હતું કે કોરોનાના ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે તેમજ 449 કેદીને 90 દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા છે. પટનાગઢ અને બહરામપુર જેલનો ઉપયોગ કોવિડ કેર સેન્ટર્સ તરીકે કરવામાં આવી રહ્યો છે.
 • કોરોનાના વધતા જતા કેસોને જોતાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ખેડૂતોને પોતાનું આંદોલન રદ કરવાની અપીલ કરી છે. હરિયાણા બોર્ડર પરના ખેડૂતો ઘણા સમયથી કૃષિ કાયદાની વિરુદ્ધ ધરણાં પર બેઠા છે.
 • ઉત્તરાખંડમાં કડક લોકડાઉન વચ્ચે સરકારે 18 મે સુધી 3 કલાક સુધી દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે. સરકારના નવા આદેશ મુજબ હવે રાજ્યમાં દુકાનદારો સવારે 7થી 10 વાગ્યા સુધી દુકાન ખોલી શકશે. સરકારે આ નિર્ણય જનતાની તકલીફ ઓછી થાય એ હેતુસર લીધો છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
ગુરુવારે 42,582 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 54,535 લોકો સ્વસ્થ થયા અને 850 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 52.69 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 46.54 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 78,857 લોકો મૃત્યુ પામ્યા છે. 5.33 લાખ દર્દીની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
ગુરુવારે, 17,745 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 19,425 લોકો સાજા થયા અને 277 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 15.81 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી, 13.59 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 16,646 દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં 2.04 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં ગુરુવારે 10,489 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 15,189 લોકો સ્વસ્થ થયા અને 308 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 13.72 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાંથી, 12.74 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 20,618 દર્દીનાં મોત થયા છે. અહીં 77,717 ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
ગુરુવારે 9,121 લોકો ગુરુવારે કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. 12,274 લોકો સાજા થયા અને 195 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.92 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, જેમાં 7.61 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 11,289 દર્દી મૃત્યુ પામ્યા છે. 1.29 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
ગુરુવારે રાજ્યમાં 10,742 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 15,269 લોકો સ્વસ્થ થયા અને 109 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.25 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.93 લાખ લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 8,840 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1.22 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ
ગુરુવારે રાજ્યમાં 8,419 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 10,157 લોકો સ્વસ્થ થયા અને 74 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.8 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી 5.93 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 6,753 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 1.08 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.