ધારાસભ્યોની વાડાબંધી:કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષોના 100 જેટલા ધારાસભ્યોના ઉદયપુરમાં ધામા

જયપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાડાબંધીમાં હુડલાની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, ત્યાં 25 જવાન તહેનાત કરાયા - Divya Bhaskar
વાડાબંધીમાં હુડલાની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, ત્યાં 25 જવાન તહેનાત કરાયા

રાજ્યસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો તથા અપક્ષના ધારાસભ્યોની ધમાચકડી હવે થંભી જતી દેખાઈ રહી છે. એવું લાગે છે કે ચૂંટણી પહેલાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળ થઈ જશે. એક એક કરી નારાજ ધારાસભ્યો વાડાબંધીમાં પહોંચવા લાગ્યા છે. કેટલાક મંત્રીઓ, બીમાર ધારાસભ્યો અને નારાજ ધારાસભ્યોને છોડી કેમ્પમાં 100 જેટલા ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે.

પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા તેમની સાથે 6 અન્ય ધારાસભ્યોને વિશેષ વિમાનમાં લઈને ઉદયપુર પહોંચ્યા હતા. બસપાથી કોંગ્રેસમાં જોડાયેલા ધારાસભ્ય પણ હવે ઠંડા પડતા દેખાઈ રહ્યા છે. આ 6 ધારાસભ્યોમાંથી જોગિંદર અવાના પછી દીપચંદ ખેરિયા પણ ઉદયપુર પહોંચી ચૂક્યા છે. જોકે બીટીપી ધારાસભ્ય સીધી રીતે કંઇ બોલવા તૈયાર નથી પણ કોંગ્રેસ કેમ્પનાં સૂત્રો કહે છે કે આગામી 24 કલાકમાં તેઓ પણ વાડાબંધીમાં સામેલ થઈ જશે. અપક્ષના 11 ધારાસભ્યો પણ કેમ્પમાં પહોંચી ગયા છે.

વાડાબંધીમાં હુડલાની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, ત્યાં 25 જવાન તહેનાત કરાયા
હોટલ તાજ અરાવલીમાં કોંગ્રેસની વાડાબંધીમાં અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાની તબિયત ફરી લથડી હતી. તેમને એમબી હોસ્પિટલે લઈ જવાયા હતા. આ દરમિયાન તેમની સુરક્ષા માટે આશરે 25 જવાનોને તહેનાત કરી દેવાયા હતા. ક્રોસવોટિંગના ડરથી સરકારના નિર્દેશ પર સુરક્ષાકર્મીઓએ દર્દી અને પરિજનોની પણ પૂછપરછ કરી હતી.

છત્તીસગઢમાં હરિયાણા કોંગ્રેસના 28 ધારાસભ્યોને રિસોર્ટમાં રખાયા
રાયપુર | છત્તીસગઢમાં રાજ્યસભા ચૂંટણીની સીટ નિર્વિરોધ કોંગ્રેસના ખાતામાં આવી ગઈ. જોકે હરિયાણાની રાજ્યસભા સીટ જીતવા હરિયાણા કોંગ્રેસની સાથે છત્તીસગઢ કોંગ્રેસ સરકારે મોરચો સંભાળવો પડ્યો છે. ક્રોસવોટિંગથી બચવા હરિયાણા કોંગ્રેસના 28 ધારાસભ્યોને નવા રાયપુરના મેફેયર રિસોર્ટમાં રખાયા છે. તેમની સાથે કોઈ બહારની વ્યક્તિ કે મીડિયાને વાત કરવાની છૂટ નથી.

અન્ય સમાચારો પણ છે...