• Home
  • National
  • About 100 million people in 35 countries will hit the $ 1,183 billion MSME sector, playing a key role in the economy, directly impacting about 40 million workers.

કોરોના ઈફેક્ટ / 35 દેશના 100 કરોડ લોકો ઘરોમાં લોક, અર્થતંત્રમાં ચાવીરૂપ 1,183 અબજ ડોલરના MSME સેક્ટરને ફટકો પડશે, દેશમાં 40 કરોડ શ્રમિકો પર સીધી અસર

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો
X
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

  • ભારતના 348 મિલિયન ડોલરના કારોબારને અસર થઈ શકે છે
  • સુસ્ત ભારતીય અર્થતંત્ર મંદીના ભરડામાં આવી શકે છે

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 04:46 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને લીધે વિશ્વ લોકડાઉનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.AAFPના અહેવાલ પ્રમાણે વૈશ્વિક સ્તર પર આશરે 35 દેશના 900 મિલિયન લોકો સામાજીક રીતે અંતર બનાવી લીધુ છે એટલે કે સોશ્યલ ડિસ્ટન્સ બનાવી લીધુ છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફ્રરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)ના અહેવાલ પ્રમાણે વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસને લીધે વર્ષ 2020માં અર્થવ્યવસ્થાને 1 થી 2 ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે. ભારતમાં પણ આશરે 348 મિલિયન ડોલરના કારોબારને અસર થઈ શકે છે.
દેશના 40 કરોડ શ્રમિકોને સૌથી વધારે અસર થશે
ભારતના કુલ વર્કફોર્સ પૈકી 93 ટકા એટલે કે આશરે 400 મિલિયન લોકો મુખ્યત્વે હંગામી સેક્ટરમાંથી આવે છે અને આશરે 93 મિલિયન લોકો સિઝનલ રોજગારી સાથે જોડાયેલા છે. આ તમામ કામદારોને કોરોના વાઈરસને લીધે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જિંદાલ ગ્લોબલ લો સ્કૂલના મતે ભારતના અસ્થાયી રોજગારીની વાત કરીએ તો 75 ટકા લોકો સ્વરોજગારી ધરાવે છે. એટલે કે રિક્ષા, કાર્પેન્ટર, પ્લમ્બર જેવી કામગીરી સાથે જોડાયેલ છે. આ કામદારોને પેડ લીવ, મેડિકલ જેવી સુવિધાઓનો લાભ મળતો નથી.
MSME સેક્ટર પર સૌથી વધારે અસર

રિસર્ચર રાકેશ કે શુક્લાના મતે કોરોના વાઈરસને લીધે રોજીરોટી કમાતા શ્રમિતોને સૌથી વધારે નુકસાન ઉઠાવવુ પડ્યું છે.શહેરી વિસ્તારમાં આશરે 25 થી 30 ટકા લોકો આ પ્રકારની શ્રમ સાથે જોડાયેલ છે.

દેશના આશરે 75 મિલિયન એમએસએમઈ ભારતીય અર્થવ્યવસ્થાનું મુખ્ય ચાલક બળ છે એટલે કે એન્જીન છે. તે આશરે 180 મિલિયન નોકરીનું સર્જન કરે છે. સાથે 1183 અબજ ડોલરના હિસાબથી અર્થવ્યવસ્થાને ગતિ આપે છે. તે પૈકી ફક્ત 7 મિલિયન નોંધાયેલ છે.

  • નેશનલ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)ના 31 માર્ચ સુધી 5 લાખથી વધારે રેસ્ટોરેન્ટ બંધ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. તેને લીધે રેસ્ટોરેન્ટમાં કામ કરનારા હંગામી કર્મચારીઓને વેતન વગર રજા પર  મોકલી આપવામાં આવ્યા છે.
  • ઈવેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે કોરોના વાઈરસને લીધે તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનાથી આશરે 3000 કરોડ રૂપિયાના કારોબારને અસર થઈ રહી છે.
  • ઓલા ઉબર જેવી એપ બેસ્ડ કેબ ઓપરેટર્સના મતે રાઈડની માંગમાં મોટો ઘટાડો થયો છે. બીજી બાજુ શોરૂમ અને રિટેલ સ્ટોરને પણ ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે.
  •  ભારતમાં વર્કિંગ ફોર્સની કામ કરવાની ઝડપમાં ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા આશરે 10થી 12 મહિનાના નીચલા સ્તર પર છે. ઓલિવ ગ્રુપના સ્થાપક એડી સિંહે જણાવ્યું છે કે ઈન્ડસ્ટ્રીઝ માટે છેલ્લુ એક સપ્તાહ ખૂબ જ પડકારજનક રહ્યું છે. સિંહના મતે હોળી સુધી દક્ષિણ મુંબઈમાં 30 રેસ્ટોરેન્ટમાં વ્યાપાર ખૂબ જ સારો ચાલતો હતો, પણ કોરોના વાઈરસને લીધે લોકોનું આવવાનું સદંત્તર બંધ થઈ ગયુ છે.

સુસ્ત ભારતીય અર્થતંત્ર પર મંદીનું મોટુ જોખમઃ કોરોના વાઈરસ અગાઉ ભારતીય અર્થતંત્ર આર્થિક મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું હતું, પણ કોરોના વાઈરસને પગલે હવે ભારતીય અર્થતંત્ર મંદીની અસર હેઠળ આવી શકે છે. એનએસઓના મતે વર્ષ 2019-20માં અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ 5 ટકા રહી શકે છે. જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિ છે. બીજી બાજુ બેરોજગારી દર 45 વર્ષના સૌથી નબળો છે. વર્ષ 2016ની નોટબંધી અને જીએસટી લાગુ કરવાને લીધે અર્થતંત્રમાં ઝડપ પકડી શકશે નહીં. બેરોજગારી, ઓછી આવક અને ખેતીની ખરાબ સ્થિતિને લીધે દેશમાં કન્ઝ્યુમર સેન્ટીમેન્ટ અને ડિમાંડમાં ઘટાડો જોવા મળે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી