તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Abhishek Banerjee Appointed National Secretary General Of TMC, Actor Sayoni Ghosh Appointed Youth President And Krunal Ghosh Appointed State General

મમતાના ભત્રીજાનું કદ વધ્યું:અભિષેક બેનર્જીને TMCના રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા , એક્ટર સાયોની ઘોષ યૂથ પ્રેસિડેન્ટ અને કૃણાલ ઘોષ સ્ટેટ જનરલ તરીકે નિમણૂંક પામ્યા

કોલકાતા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યાના 34 દિવસ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે TMCમાં મોટા સંગઠનાત્મક પરિવર્તન કર્યું છે. આ ફેરફારના ભાગરૂપે તેમણે પોતાના ભત્રીજો અને પક્ષના સાંસદ અભિષેક બેનર્જીની રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિમણૂંક કરી છે.

વિધાનસભા ચૂંટણીમાં પરિવારવાદના આરોપ બાદ પણ મમતાનો આ દાવ અભિષેકની રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી તરીકે ગણવામાં આવી રહી છે. અભિષેક અત્યારે ડાયમંડ હાર્બલથી સાંસદ છે. ડાયમંડ હાર્બર એ વિસ્તાર છે જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર TMC સમર્થકોએ હુમલો કર્યો હતો.

આ સાથે જ મમતાએ કૃણાલ ઘોષને સ્ટેટ જનરલ સેક્રેટરી અને બંગાળી અભિનેત્રી સાયોની ઘોષને પાર્ટીના સ્ટેટ યૂથ વિંગની કમાન સોંપી છે. સાયોની ઘોષ આસનસોલથી ચૂંટણી પણ લડી ચુક્યા છે. જોકે તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ કૃણાલ ઘોષને અભિષેક બેનર્જીની નજીકના માનવામાં આવે છે. તેઓ પણ અત્યાર સુધી પક્ષના પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવતા હતા.

સારદા કૌભાંડમાં કૃણાલ ઘોષનું નામ
કૃણાલ ઘોષ TMCના રાજ્ય સભા સાંસદ રહી ચુક્યા છે. જોકે સારદા ચિટ ફંડ કૌભાંડમાં પણ તેમનું નામ છે. તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમની પૂછપરછ માટે નોટિસ પાઠવી હતી. ત્યારે તેમને પક્ષ વિરોધી ગતિવિધિમાં સંડોવણી બદલ સસ્પેન્ડ કરાયા હતા.

TMCમાં લાગુ થયો એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત
પાર્ટીના સિનિયર લીડર પાર્થ ચેટર્જીએ જણાવ્યું કે TMC વર્કિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે એક વ્યક્તિ પાસે એક જ પદ હશે. તેને બીજુ પદ આપવામાં આવશે નહીં.