આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે તેમના મિશન પંજાબને આગળ ધપાવ્યું છે. તેમના બે દિવસની પંજાબ મુલાકાત દરમિયાન ગુરુવારે કેજરીવાલે લુધિયાણામાં પ્રેસ કોન્ફરન્સ કરીને પંજાબના લોકોને છ વાતની ગેરંટી આપી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે, પંજાબમાં દરેક લોકોને ફ્રી સારવાર આપવામાં આવશે. તે સિવાય પણ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ વાયદાઓની ગેરંટી આપી છે.
દરેક શહેરમાં પ્રેસ ક્લબ બનાવાશે
આ પહેલાં કેજરીવાલે પંજાબની સ્વાસ્થ્ય સુવિધાઓ સામે સવાલ ઉભા કર્યા હતા. તેમમે કહ્યું કે, પંજાબમાં સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં અને પ્રાઈવેટમાં લૂંટ કરાય છે. દિલ્હીમાં અમે 7 વર્ષ પહેલાં સરકાર શરૂ કરી ત્યારે ખૂબ ખરાબ હાલત હતી. બીજુ કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનશે તો શહેરમાં પ્રેસ ક્લબ બનાવવામાં આવશે.
સીએમ ચહેરા વિશે કેજરીવાલે કહ્યું- સમય આવશે ત્યારે કહીશું
સીએમના ચહેરા વિશે કેજરીવાલે કહ્યું કે, સમય આવશે ત્યારે આ વાતનો ખુલાસો કરવામાં આવશે. ભગવંત માનને પોતાનો નાનો ભાઈ ગણાવતા મીડિયામાં તેમની સાથેની નારાજગી વિશે ખોટી વાત ફેલાઈ હોવાનું જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ફરી ચન્ની સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, અમે બળવાખોર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. જ્યારે બેરોજગારી મુદ્દે તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં બેરોજગારી ખતમ થઈ ગઈ છે, એવું કહેવું ખોટું છે. અમે કોરોના પછી એપના માધ્યમથી 10 લાખ નોકરી આપી છે. નવજોત સિદ્ધુના આમ આદમી પાર્ટીમાં સામેલ થવાના સવાલ પર અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, આ કાલ્પનિક સવાલ છે. જો આવું કઈ હશે તો સૌથી પહેલાં મીડિયાને જાણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.