દિલ્હી નગર નિગમ(MCD) ચૂંટણીમાં ટિકિટ ન મળતા રિસાયેલા AAPના પૂર્વ કાઉન્સિલર હસીબ ઉલ હસન રવિવારે શાસ્ત્રી પાર્ક મેટ્રો સ્ટેશન પાસે ટ્રાન્સમિશન ટાવર પડ ચડ્યા હતા. તેમણે પાર્ટીના મોટા નેતાઓ પર દગો આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, છેલ્લા સમયે તેમની ટિકિટ કપાઈ ગઈ અને કોઈ અન્યને આપવામાં આવી. જોકે થોડા સમય પછી તેમને ટાવર પરથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.
ટાવર પરથી નીચે ઊતર્યા બાદ હસીબે કહ્યું- પાર્ટી મીડિયાથી ડરે છે. આ તમારી જીત છે, હવે હું કાલે ઉમેદવારી નોંધાવીશ. જો તમે લોકો ન આવ્યા હોત તો AAPના નેતા સંજય સિંહ, દુર્ગેશ પાઠક, આતિષીએ ક્યારેય મારા કાગળ પરત ન કર્યા હોત. મારાં કાગળ કાવતરા હેઠળ રાખવામાં આવ્યાં હતાં. તેમણે આરોપ લગાવ્યો કે સંજય સિંહ, દુર્ગેશ પાઠક, આતિશી ત્રણેય ભ્રષ્ટ છે, તેઓએ 2-3 કરોડ રૂપિયામાં ટિકિટ વેચી છે.
સોશિયલ મીડિયામાં લાઈવ કરી પાર્ટી પર આરોપો લગાવ્યા
હસબે ટાવર પર ચઢવાની ઘટના સોશિયલ મીડિયામાં લાઈવ કરી હતી. તેમણે કહ્યું- મને આજે કંઈ પણ થાય છે, તો તેના જવાબદાર આમ આદમી પાર્ટીના દુર્ગેશ પાઠક અને આતિશીજી હશે. કારણ કે મારા દસ્તાવેજ અને પાસબુક બધું તેમણે જમા કરી રાખ્યું છે. કાલે ઉમેદવારી નોંધાવાનો અંતિમ દિવસ છે. વારંવાર માગવા છતાં પણ પાર્ટી દસ્તાવેજો પરત નથી કરી રહ્યા. ટિકિટ નહતી આપવી તો કંઈ વાંધો નથી, પરંતુ મારા દસ્તાવેજો તો મને પરત કરે.
હસીબ પહેલાં પણ ગટરની સફાઈ કરી ચૂક્યા છે, VIDEO વાઇરલ થયો હતો
આ પહેલાં માર્ચ 2022માં હસીબ ઉલ હસનનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોતે ગટરમાં ઊતરીને તેને સાફ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે સફાઈના અભાવે ગટર ઓવરફ્લો થઈ રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પણ ગટરની સફાઈ કરવામાં આવી ન હતી, જે બાદ તેમણે જાતે જ તેને સાફ કરવાનો નિર્ણય લીધો હતો. સફાઈ કર્યા પછી લોકોએ તેમને દૂધથી નવડાવ્યા હતા.
AAPના અત્યાર સુધી 250 ઉમેદવારો મેદાનમાં
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 250 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 11 નવેમ્બરે 133 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. 117 ઉમેદવારોની બીજી યાદી 12 નવેમ્બરે જાહેર કરવામાં આવી હતી. પાર્ટી અનુસાર, MCD ચૂંટણી લડવા માટે 20 હજારથી વધુ AAP કાર્યકર્તાઓએ ટિકિટ માટે અરજી કરી હતી. તમને જણાવી દઈએ કે પાર્ટીએ પહેલાં એપ્લાય કરનારા કાર્યકર્તાઓ વિશે સર્વે કરાવ્યો અને પછી જનતા પાસેથી ફીડબેક લીધો. તેના આધારે ટિકિટ આપવામાં આવી હતી.
4 ડિસેમ્બરે વોટિંગ થશે
દિલ્હી નગર નિગમની ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. 7 તારીખે મત ગણતરી થશે અને પરિણામ જાહેર થશે. પહેલાં આ ચૂંટણી એપ્રિલમાં થવાની હતી. પરંતુ ત્રણેય કોર્પોરેશનના એકીકરણના નિર્ણયને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. MCD ચૂંટણી માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર નક્કી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.