આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપના ગઢ ગુજરાતમાં એન્ટ્રીની સાથે જ 12.9 ટકા મત હાંસલ કરીને આ વખતે કોંગ્રેસની તમામ ગણતરી બગાડી નાખી છે. છેલ્લી ચૂંટણીમાં 42.2 ટકા મતની સાથે 77 બેઠક હાંસલ કરનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે 17 બેઠક (27.3 ટકા મત) પર સમેટાઈ ગઇ છે. આની સાથે કોંગ્રેસ પાર્ટીનો દેખાવ ગુજરાતના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો છે. જ્યારે ભાજપનો દેખાવ રેકોર્ડ રહ્યો છે.
AAPએ દિલ્હી, પંજાબ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસને પછાડ્યા બાદ આ સૌથી મોટો અપસેટ છે.હવે આ બાબતની સંભાવના વધી ગઇ છે કે સ્થાપનાનાં માત્ર નવ વર્ષની અંદર રાષ્ટ્રીય પાર્ટીની પ્રતિષ્ઠા હાંસલ કરનાર અરવિંદ કેજરીવાલ આગામી વર્ષે નવેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં તાકાત સાથે મેદાનમાં ઊતરશે. એવું થયું તો આ રાજ્યોમાં કોંગ્રેસના મત કપાઇ જવાથી ભાજપને લાભ થશે.
આપની નજર MP, રાજસ્થાન અને છત્તીસગઢ પર છે
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુકાબલો મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. આ રાજ્યોમાં બસપા ત્રીજી રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં અત્યંત મર્યાદિત છે. અન્ય પ્રાદેશિક પક્ષો બહુ નાના છે. AAPનો ગેમ પ્લાન એ છે કે તે આ ચૂંટણીઓમાં પોતાની વોટ બેંક અને કેટલીક બેઠકો વધારવા માંગે છે, જેથી ઘણા રાજ્યોમાં તેની ઉપસ્થિતિ બની જાય.
ભાજપ-કોંગ્રેસ સિવાય બે રાજ્યોમાં AAPની સરકાર છે
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તેઓ આગામી 5 વર્ષ પછી યોજાનારી ચૂંટણી તરફ જોઈ રહ્યા છે, જ્યાં તેઓ કાં તો કોંગ્રેસને બદલે રાજ્યમાં કોઈ અન્ય પક્ષ અથવા પછી જ્યાં સત્તા વિરોધી પરિબળ કામમાં આવે છે, ત્યાં આપના સરકાર બનાવવાના સપના પણ છે. ગુજરાતમાં સારી મતહિસ્સેદારીને કારણે AAPનો જુસ્સો અન્ય રાજ્યોમાં વધુ તાકાત સાથે ઊતરવાનો વધ્યો છે. દેશમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસને છોડીને માત્ર AAPની પાસે જ બે રાજ્યમાં સરકાર અને દિલ્હી નગર નિગમ પર કબજો છે.
રાજકીય નિષ્ણાતો માને છે કે AAPએ પંજાબથી તો તમામને ચોંકાવ્યા હતા, પરંતુ 15,000 કરોડના બજેટવાળા દેશના બીજા સૌથી મોટા નિગમ દિલ્હી નગર નિગમને ભાજપ પાસેથી આંચકી લઇને ત્યાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે.
સાથે જોડાયેલાં ખાસ પરિબળો
ઓછા માર્જિનવાળી સીટો પર વધુ અસર થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.