તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Aaj No Itihas Today History For September 18th What Happened Today | Today History September 18th Uri Attack 2016, After 10 Days India Strikes Back In PoK, New York Times Begins Publication, Abu Salem Arrested In Portugal

ઈતિહાસમાં આજે:4 વર્ષ પહેલાં જૈશના આતંકી હુમલામાં ઉરીમાં 19 જવાન શહીદ થયા હતા, 10 દિવસ પછી ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર વર્ષ પહેલાં આજના દિવસે જ 18 સપ્ટેમ્બર 2016માં ઉરીમાં હુમલો થયો હતો. સવારે સાડાપાંચ વાગે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીએ સેનાના બ્રિગેડ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. હુમલામાં 19 જવાન શહીદ થયા હતા. સેનાએ 6 કલાક ચાલેલી અથડામણમાં ચાર આતંકીને ઠાર કર્યા હતા. તેના 10 દિવસ પછી ભારતીય સેનાના 150 કમાન્ડોઝ 28-29 સપ્ટેમ્બરની મધ્ય રાત્રિએ પીઓકેમાં દુશ્મનની સીમામાં ઘૂસ્યા હતા.

તેમણે ત્યાં ભિંબર, કેલ, તત્તાપાની અને લીપા વિસ્તારોમાં આતંકીઓના ઘણાં લોન્ચપેડ ઉડાવી દીધાં હતાં. કમાન્ડોએ એ રીતે ઓપરેશન પાર પાડ્યું કે પાકિસ્તાની સેનાને ભારતના આ હુમલાનો આભાસ પણ ન થયો. રૉ અને મિલિટ્રી ઈન્ટેલિજન્સે ખૂબ ધ્યાનથી આ મિશનમાં આતંકીઓની હરકત પર નજર રાખી હતી. આ ઓપરેશનમાં ઓછામાં ઓછા 40 આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા.

22 વર્ષ પહેલાં બની હતી ઇન્ટરનેટ પર સાઇટ્સને ઓળખ આપતી સંસ્થા ICANN

  • ICANN એટલે કે ઈન્ટરનેટ કોર્પોરેશન ફોર અસાઈન્ડ નેમ્સ અને નંબર્સ, તે સંસ્થા છે જે ઈન્ટરનેટ પ્રોટોકોલ અથવા ડોમેન નેમ સિસ્ટમ (DNS)ને કો-ઓર્ડિનેટ કરે છે. તે 1998માં આજના દિવસે જ બની હતી. ઈન્ટરનેટ પર તમારે કોઈ સાઈટ ખોલવી છે અથવા કોઈ મેસેજ કરવો છે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે તેને કો-ઓર્ડિનેટ કરનારી સંસ્થા છે ICANN અને તેને ઈન્ટરની ફોનબુક પણ કહેવામાં આવે છે.
  • શરૂઆતમાં આ સંસ્થા અમેરિકન સરકારનો હિસ્સો હતી. ત્યાર પછી તેને અલગ એનજીઓ બનાવી દેવામાં આવી, પરંતુ એ સમજવું જરૂરી છે કે ઈન્ટરનેટ પર કોઈ એક વ્યક્તિ, સંગઠન અથવા સરકારનું નિયંત્રણ નથી હોતું. ICANN કમ્યુનિટી ગ્લોબલ લેવલ પર ઈન્ટરનેટ સાથે જોડાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મેનેજ કરે છે. આ કમ્યુનિટીમાં સરકાર, રજિસ્ટ્રી, કોમર્શિયલ યુઝર્સ, નોન-કોમર્શિયલ યુઝર્સ અને વ્યક્તિગત ઈન્ટરનેટ યુઝર્સના પ્રતિનિધિ સામેલ છે.

1851માં ન્યૂયોર્ક ટાઇમ્સની શરૂઆત થઈ હતી

ધી ન્યૂયોર્ક ટાઇમ્સની શરૂઆત 18 સપ્ટેમ્બર 1851માં થઈ હતી. પત્રકાર અને નેતા હેનરી જાર્વિસ રેમન્ડ અને પૂર્વ બેન્કર જ્યોર્જ જોન્સે તેની શરૂઆત કરી હતી. ટાઇમ્સને પહેલાં રેમન્ડ, જોન્સ એન્ડ કંપની પ્રકાશિત કરતી હતી. શરૂઆતની કોપીમાં પ્રકાશન અને તેના ઉદ્દેશો અને તેની પોઝિશનને સ્પષ્ટ કરવામાં આવી હતી.

આજનો દિવસ આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે

  • 1180: ફિલિપ અગુસ્ટસ ફ્રાન્સનો રાજા બન્યો.
  • 1615: ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પ્રથમના એમ્બેસેડર થોમસ રૉ જહાગીરને મળવા સુરત પહોંચ્યા.
  • 1803: અંગ્રેજોએ ઓરિસ્સા પર સંપૂર્ણ રીતે કબજો મેળવી લીધો.
  • 1922: હંગરી લીગ ઓફ નેશન્સમાં સામેલ થયું.
  • 1967: નાગાલેન્ડમાં અંગ્રેજીને ઓફિશિયલ ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.
  • 1987: અમેરિકા અને સોવિયત સંઘે મધ્યમ અંતરે ટાર્ગેટ કરતી મિસાઈલ હટાવવા માટે હસ્તાક્ષર કર્યા.
  • 1988: બર્માએ તેમનું બંધારણ રદ કર્યું.
  • 1997: ઓઝોન સ્તરની રક્ષા માટે 100 દેશોએ 2015 સુધી મિથાઈલ બ્રોમાઈડનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો.
  • 2002: ગેંગસ્ટર અબુ સાલેમની પોર્ટુગલમાંથી ધરપકડ કરવામાં આવી. સાલેમ પર દેશમાં ઘણી હત્યાઓ, એક્સટોર્શનના કેસ દાખલ છે.
  • 2003: :ઢાકા-અગરતલા બસ સેવા શરૂ થઈ.
  • 2004: ભારતે કહ્યું હતું, અમેરિકાએ ભારત પર કોમર્શિયલ સ્પેસ પ્રોગ્રામ અને ન્યુક્લિયર પાવર ફેસિલિટી પર લગાવવામાં આવેલા એક્સપોર્ટ પ્રતિબંધ હટાવી લીધા છે.
  • 2006: રશિયા રોકેટ સોબઝ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે રવાના.
  • 2019: ભારત સરકારે ઈ-સિગારેટ્સ પ્રોડ્કશન, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ અને સ્ટોરેજ પર પ્રતિબંધ લગાવ્યો.

18 સપ્ટેમ્બરે જન્મેલી વ્યક્તિ

  • 1906: કાકા હાથરસી (ભારતીય હાસ્ય કવિ)
  • 1957: સ્નેહલતા શ્રીવાસ્તવ (લોકસભાનાં પ્રથમ મહિલા મહાસચિવ)
  • 1950: શબાના આઝ્મી (હિન્દી ફિલ્મ-અભિનેત્રી)
અન્ય સમાચારો પણ છે...