બોગસ નામવાળા 'નિરાધાર':આધાર કાર્ડના સોફ્ટવેરમાંથી બોગસ લાભાર્થીઓના નામ દૂર કરાયા; સરકારી યોજનાઓનો બારોબાર લાભ લેનારા દૂર થયા, 2.25 લાખ કરોડ રૂપિયા બચાવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
UIDAIના CEOએ કહ્યું, અમે ભારતમાં એક દશકા પહેલાં આધાર લોન્ચ કર્યું હતું - Divya Bhaskar
UIDAIના CEOએ કહ્યું, અમે ભારતમાં એક દશકા પહેલાં આધાર લોન્ચ કર્યું હતું
  • સરકારની 300 અને રાજ્ય સરકારની 400 યોજનાઓ સાથે આધાર લિંકઅપ થયું: UIDAI CEO

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના CEO સૌરભ ગર્ગે કહ્યું કે કેન્દ્ર સરકારની 300 અને રાજ્ય સરકારની 400 યોજનાઓને આધાર સાથે જોડવામાં આવી છે. આધારમાં 99.7 ટકા વયસ્ક વસતિનું નામાંકન કરાયું છે. અમારો પ્રયાસ નવજાત શિશુઓના નામાંકન કરવાનો પણ છે. અમારી સુરક્ષા પ્રણાલી વિશ્વસ્તરીય છે.

UIDAIના CEOએ કહ્યું, અમે ભારતમાં એક દશકા પહેલાં આધાર લોન્ચ કર્યું હતું. અત્યાર સુધીમાં કુલ 131 કરોડ આધાર કાર્ડ જાહેર કરાયા છે. આધારે બોગસ લાભાર્થીઓને સિસ્ટમમાંથી બહાર કરી દીધા છે. સરકારે વાસત્વિક લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર (DBT)થી 2.25 લાખ કરોડ રૂપિયાની બચત કરી છે.

ભારત સરકારે દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું અનિવાર્ય કરી દીધું છે. આધાર કાર્ડ અને નંબર ભારતીય UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં વ્યક્તિનું નામ, લિંગ, જન્મ તારીખ, ફોટો અને એડ્રેસ હોય છે.

પોતાની સ્થાનિક ભાષામાં પણ બનાવી શકાય છે આધાર કાર્ડ
નાણાકીય લેવડદેવડથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ પોતાની સ્થાનિક ભાષામાં બનડાવી શકાય છે. UIDAI નાગરિકોને અલગ-અલગ સ્થાનિક ભાષામાં પોતાનો આધાર જનરેટ કરવાની સુવિધા આપે છે. તમે ઉર્દૂ, પંજાબી, તમિલ, તેલગુ, હિન્દી, બંગાળી, ગુજરાતી, ઉડિયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં પોતાનું આધાર કાર્ડ બનડાવી શકો છો.

આધારમાં ભાષા બદલવા માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો. ભાષા અપડેટ થવાની પ્રક્રિયામાં એકથી ત્રણ સપ્તાહ સુધીનો સમય લાગે છે. આ સુવિધા નિઃશુલ્ક નથી, તેના માટે ફી ચુકવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...