• Gujarati News
  • National
  • A Youth Was Taking A Selfie On A Freight Coach In Nalanda, Died After Being Hit By A High Tension Wire.

સેલ્ફીના ચક્કરમાં મોતનો લાઈવ VIDEO:બિહારમાં માલગાડીના કોચ પર ચઢીને યુવક સેલ્ફી લઈ રહ્યો હતો, હાઈટેન્શન તારની ઝપેટમાં આવી જતા મોતને ભેટ્યો

નાલંદા2 મહિનો પહેલા
  • આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બિહારના નાલંદામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં માલગાડીના અકસ્માત બાદ બે યુવકો ટ્રેનના કોચ ઉપર ચઢીને સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે અચાનક બંને હાઈટેન્શન તારની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ સમગ્ર અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને ત્યાં ઉભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલથી રેકોર્ડ કર્યો છે. આ વીડિયો બુધવારનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક પાટા પરથી ઉતરેલી માલગાડીના કોચ પર ચઢીને સેલ્ફી લેતી વખતે હાઈ ટેન્શન તારની ઝપેટમાં આવી ગયો હતો.

માલગાડીના કોચ ઉપર ચઢીને સેલ્ફી લેતા 2 યુવક.
માલગાડીના કોચ ઉપર ચઢીને સેલ્ફી લેતા 2 યુવક.

9 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા
નાલંદાના ફતુહા ઈસ્લામપુર રેલ્વે સ્ટેશન પર એકંગરસરાઈ રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના નવ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેના પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો. મૃતકની ઓળખ પોલીસ સ્ટેશન વિસ્તારના કોશિયાવાન બજારનો રહેવાસી રાજેન્દ્ર હલવાઈનો (16) વર્ષનો પુત્ર સૂરજ કુમાર જ્યારે ઈજાગ્રસ્ત ભરવાડ છોટુ કુમાર છે, જે બીઘા ગામનો રહેવાસી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પટના રીફર કરવામાં આવ્યો છે.

સેલ્ફી લેવા દરમિયાન બંને યુવક હાઈટેન્શન તારની ઝપેટમાં આવી ગયા હતા.
સેલ્ફી લેવા દરમિયાન બંને યુવક હાઈટેન્શન તારની ઝપેટમાં આવી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો ગુરુવારે સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે કેટલાક યુવક પાટા પરથી ઉતરી ગયેલી માલગાડીના કોચ પર ચઢ્યા હતા. આ દરમિયાન તેઓ હાઈટેન્શન તારની ઝપેટમાં આવી ગયા હતા અને ભડભડ સળગી ઉઠ્યા હતા. આ દુર્ઘટના સર્જાતા જ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં સૂરજકુમાર મોચને ભેટ્યા હતો, જ્યારે છોટુ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

દુર્ઘટના બાદ મૃતદેહ થોડા સમય માટે માલગાડીની ઉપર જ પડી રહ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ મૃતદેહ થોડા સમય માટે માલગાડીની ઉપર જ પડી રહ્યો હતો. ત્યારબાદ મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.

આ માલગાડી કોલસો લઈને ઈસ્લામપુર તરફથી ફતુહા જઈ રહી હતી. આ દરમિયાન એકંગરસરાય રેલવે સ્ટેશન નજીક માલગાડીના 9 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...