બિહારના છપરામાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો. ચાર લોકોએ તેના હાથ અને પગ પકડીને તેને ઊંધો લટકાવી રાખ્યો હતો અને પછી લાકડી વડે માર માર્યો હતો. આ મારપીટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવકને લાકડી અને પાઇપ વડે મારવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોએ તેને મોબાઈલ ફોન ચોરીના આરોપમાં માર માર્યો હતો અને બાદમાં તેને પોલીસને હવાલે કરી દીધો હતો.
આ મામલો તરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના પચરૌરનો હોવાનું કહેવાય છે. પીડિત યુવક પચરૌર દલિત ટોલાના રહેવાસી ભોલા દાસનો પુત્ર મિથુન દાસ ઉર્ફે ડોમન (20) છે, જે યુવક માનસિક રીતે અશક્ત હોવાનું કહેવાય છે. પીડિત યુવકના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરીને કેસની તપાસ અને ન્યાય માટેની માંગ કરી છે.
9 સેકન્ડમાં લાકડીના 10 ઘા માર્યા
મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને લાકડીઓ અને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. મામલો શનિવાર સાંજનો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 6 યુવકો મળીને એક યુવકને બેરહેમીથી માર મારી રહ્યા છે. 4 લોકોએ યુવકના હાથ-પગ પકડ્યા હતા. આ પછી એક વ્યક્તિ યુવક પર સતત લાકડીના ઘા મારી રહ્યો હતો. 9 સેકન્ડમાં યુવકને લાકડીના 10 ઘા માર્યા હતા. આ પછી યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
પરિવારજનો યુવકને સાંજથી શોધી રહ્યા હતો
સમગ્ર મામલે પીડિતના પિતાએ જણાવ્યું હતુ કે તેમનો પુત્ર જ્યારે શનિવારે મોડી રાત સુધી ઘરે આવ્યો નહીં, ત્યારે તેની શોધખોળ કરવાનું શરુ કર્યું હતુ. ત્યારે જાણવા મળ્યું કે કેટલાક લોકોએ તેની સાથે મારપીટ કરીને તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. યુવકના પિતાએ કહ્યું કે શનિવારે સાંજે કેટલાક લોકો ઘરે આવીને પુત્રને તેમની સાથે લઈ ગયા હતા. બાદમાં મોબાઈલ ચોરી કરવાના આરોપ લગાવીને તેની સાથે મારપીટ કરવા લાગ્યા હતા. મારપીટ કરતા યુવકોનો વીડિયા પણ સામે આવ્યો છે.
મારપીટ બાદ યુવક પોલીસને સોંપવામાં આવ્યો હતો. પીડિતાના પિતાની ફરિયાદ બાબતે પોલીસ મથકના અધિકારી શોએબ આલમે જણાવ્યું હતુ કે યુવક સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. આ મામલે અમે તપાસ કરીને વધુ કાર્યવાહી કરી રહ્યા છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.