આમ તો લોકો વિવિધ પ્રકારના વ્યંજનો એક સાથે જમતા હોય છે પરંતુ ચેન્નઈમાં એક શખસ ઈદની પાર્ટી દરમિયાન બિરિયાની સાથે દોઢ લાખથી વધુના ઘરેણા ખાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સના આધારે ચેન્નઈની એક મહિલાએ પોતાના ઘરે પાર્ટી રાખી હતી જેમાં મિત્રોને આમંત્રિત કર્યા હતા. આ દરમિયાન લાખોના ઘરેણા ચોરી થઈ જતા તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ તપાસમાં એવો કિસ્સો જાણવા મળ્યો કે કોઈ બે ઘડી વિચારી પણ નહીં શકે, ચલો આપણે આના પર નજર ફેરવીએ....
આ અચંબિત કિસ્સાને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હશો. પરંતુ મીડિયા રિપોર્ટ્સના આધારે 3 મેના દિવસે ચેન્નઈની એક મહિલાએ ઈદની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન બિરિયાની ખાતા પહેલા યુવક 1.45 લાખના ઘરેણાં ગળી ગયો હતો. ત્યારપછી તેણે ડિનર પણ કર્યું અને ત્યાંથી ચાલ્યો ગયો હતા.
બિરિયાની સાથે ઘરેણા ગળી ગયો, પોલીસે તપાસ કરી
જ્યારે લોકો ઘરેથી ચાલ્યા ગયા ત્યારે મહિલાને જાણ થઈ કે ઘરમાંથી 1.45 લાખ રૂપિયાના ઘરેણા ચોરી થઈ ગયા છે. તેવામાં તેને પોતાના ઘરે આવેલા મિત્ર પર શંકા ગઈ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આગળ તપાસ કરતા 4 મેના દિવસે જાણવા મળ્યું કે આ યુવક પહેલા ઘરેણા ચોરી કરવા માટે ગળી ગયો અને પછી જમવા બેસી ગયો હતો. આટલું જ નહીં આ શખસે પણ આ અંગે પોલીસને સત્ય જણાવ્યું હતું.
પેટનું સ્કેન કરાવી ઘરેણા કાઢ્યા
પોલીસે ત્યારપછી ડોકટરની સલાહ લીધી અને પેટનું સ્કેન કરાવી યુવકને એનીમાની દવા આપી ઘરેણા મળ દ્રારા બહાર કાઢ્યા હતા. મીડિયા રિપોર્ટ્સના આધારે 5 મેના દિવસે તેના પેટમાંથી 95 હજારનો હાર અને 25 હજારના અન્ય ઘરેણા મળી આવ્યા હતા. જોકે આ દરમિયાન પેન્ડન્ટ પેટમાં જ ફસાઈ ગયું હતું. તેને કાઢવા માટે બીજી દવાઓ પણ આપવામાં આવી હતી. જોકે જ્યારે મહિલા મિત્રને જાણ થઈ કે તેના ઘરેણા મળી ગયા છે અને આ કિસ્સો કેમ થયો તેણે આગળ કાર્યવાહી કરવાની ના પાડી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.