મધ્યપ્રદેશના બેતુલમાં ડાન્સ કરતા કરતા એક યુવકનું મોત થયું હતું. યુવકના મોતનો આ VIDEO સામે આવ્યો છે. યુવક તેના પિતરાઈ ભાઈના રિસેપ્શનમાં ડાન્સ કરતા કરતા નીચે ઢળી પડ્યો હતો. મિત્રોને લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે. જ્યારે તે લાંબા સમય સુધી આ સ્થિતિમાં જ રહ્યો, ત્યારે તેને બેઠો કરીને જોયું, ત્યાં સુધીમાં તે મોતને ભેટી ચુક્યો હતો. જિલ્લા હોસ્પિટલના ઈન્ચાર્જ ડો. સુરેન્દ્ર વર્માના જણાવ્યા અનુસાર, યુવકના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યુ હતુ કે, તેના હૃદયમાં લોહી જામી ગયુ હતું. હૃદય બંધ થઈ જવાના કોરણે યુવકનું મૃત્યુ થયુ હોવાનું જણાવવામાં આવ્યું હતુ.
આ ઘટના શનિવારે રાત્રે શાહપુર વિસ્તારના ખારી જામુન ઢાનામાં બની હતી. 30 વર્ષીય અંતલાલ ઉઈકેના પિતરાઈ ભાઈ સોનુ કુમરેના શુક્રવારે લગ્ન હતા. શનિવારની રાત્રે રિસેપ્શન સમારોહ યોજાયો હતો. ડાન્સ કરતા કરતા પડી ગયા બાદ અંતલાલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થઈ ગયું હતું. 3 બહેનોમાં તે એકમાત્ર ભાઈ હતો. તેની 5 વર્ષની દીકરી પણ છે.
ડાન્સ કરતા કરતા યુવક જમીન પર જ ઢળી પડ્યો
રિસેપ્શન દરમિયાન ડીજેના તાલે બધા ડાન્સ રહ્યા હતા. એક ચુમ્મા તુ હમકો ઉધાર દે દે... ગીત વાગ્યું ત્યારે અંતલાલ પોતાને રોકી શક્યા નહીં. તે સ્ટેજ પરથી નીચે ડાન્સ કરવા લાગ્યા હતા. ડાન્સ કરતા કરતા તે જમીન પર જ ઢળી પડ્યા હતા. મિત્રો તેને ઉભા થવા કહી રહ્યા હતા, પણ જ્યારે તે ઊભો ન થયો તો મિત્રોએ કહ્યું- ઊભો થઈ જા નાટક બહુ થયું, છતા પણ તે ઊભો થયો નહતો.
ડૉક્ટરે કહ્યું કે યુવકને પહેલાથી જ કોઈ સમસ્યા થઈ હશે
ભોપાલમાં ફોરેન્સિક નિષ્ણાત ડૉ. અશોક શર્મા (નિર્દેશક, ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકો લીગલ, ભોપાલ)ના જણાવ્યા અનુસાર, યુવકને કોરોનરીની સમસ્યા હોવી જોઈએ. હૃદયનું બંધ થઈ જવું તે મૃત્યુનું કારણ બની શકે છે.
ભોપાલમાં ડોક્ટરનું પણ આ રીતે મૃત્યુ થયુ હતુ
સીનિયર ડૉક્ટર સીએસ જૈન (67) પણ ગયા વર્ષે ભોપાલમાં આવી જ રીતે મૃત્યુ પામ્યા હતા. પાર્ટીમાં ડાન્સ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો અને તે ઢળી પડ્યા હતા. આ ઘટના સમયે હોટલમાં 50 ડોક્ટરો હાજર હતા. તેમણે તેમને બચાવવાનો તમામ પ્રયાસ કર્યો અને તેને નજીકની મલ્ટી સ્પેશિયાલિટી સ્માર્ટ સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને બચાવી શકાયા ન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.