મિત્ર VIDEO બનાવતો રહ્યો, પાછળથી મોત આવી ગયું:રેલવે ટ્રેક પર વીડિયો શૂટ કરી રહેલો યુવક ટ્રેનની ઝપેટમાં આવી ગયો, યુવક મોતને ભેટયો

હોશંગાબાદ6 દિવસ પહેલા
  • વીડિયો બનાવવાની ઘેલછામાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવાનો જોશમાં યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો. વાત છે મધ્યપ્રદેશના હોશંગાબાદના ઇટારસીની. અહીં એક યુવક પોતાના બે મિત્રો સાથે વીડિયો શુટ કરવા માટે રેલવે ટ્રેક પર પહોંચી ગયો હતો. તે રેલવે ટ્રેક પર ચાલ્યો ગયો હતો, જ્યારે પાછળથી પૂર ઝડપે ટ્રેન આવી રહી હતી. પાછળથી આવી રહેલી ટ્રેનની ઝડપ અને અંતરનું ધ્યાન જ ન રહ્યું અને તે યુવક ટ્રેનની ઝપેટમાં આવી ગયો. જિંદગી બાદ મોતનો સમગ્ર વીડિયો મોબાઇલમાં કેદ થઈ ગયો હતો. મૃતક યુવકનું નામ સંજુ હોવાનું જાણવા મળ્યું છે અને તે પાંજરા કલાનો રહેવાસી છે.

મૃતક યુવકનું નામ સંજુ હોવાનું જાણવા મળ્યું છે અને તે પાંજરા કલાનો રહેવાસી છે.
મૃતક યુવકનું નામ સંજુ હોવાનું જાણવા મળ્યું છે અને તે પાંજરા કલાનો રહેવાસી છે.

રવિવારે સાંજે થઈ હતી દુર્ઘટના
પથરોટા પોલીસે જણાવ્યા મુજબ 22 વર્ષીય સંજુ નામનો યુવક પોતાના મિત્રો સાથે રવિવારે ઘરેથી નીકળ્યો હતો. સંજુ પોતાના મિત્ર સાથે બેતુલ રોડ પર શરદદેવ બાબા રેલવે પુલ નજીક રેલવે ટ્રેક પર ગયો હતો. સંજુ વીડિયો બનાવવા માટે રેલવે ટ્રેકના કિનારે ચાલી રહ્યો હતો. બરાબર આ જ સમયે પાછળથી પૂરઝડપે ટ્રેન આવી ચઢી હતી. ટ્રેનની ટક્કર વાગતા સંજુ દૂર પટકાયો હતો. તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેના મિત્રોએ આ અકસ્માત મામલે તેના પરિવારને જાણ કરી હતી. આ તરફ, ત્યાં આસપાસ હાજર લોકોની મદદથી સંજુને ઇજાગ્રસ્ત હાલતમાં ઇટારસી સિવિલ હોસ્પિટલ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર ડોકટરોએ સંજુને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પથરોટા પોલીસે કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસ મથકના ઇન્ચાર્જ નાગેશ વર્માએ જણાવ્યુ હતું કે પ્રથમ દ્રષ્ટિએ વીડિયો બનાવવા દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાનું જાણકારી સામે આવી રહી છે. સંજુ ગામમાં જ રહે છે અને ખેતીવાડીના કામકાજમાં તે તેના પિતાને મદદ કરતો હતો. સંજુ તેના પિતાનો મોટો પુત્ર હતો. તેના બે નાના ભાઈ પણ છે.

સોશિયલ મીડિયા પર જુદા જુદા વીડિયો અપલોડ કરવાની ઘેલછા યુવાઓમાં વધતી જાય છે. ક્યારેક તો વીડિયો બનાવવાના ચક્કરમાં યુવાઓ એવા સ્ટંટ કરી બેસે છે કે જેના માટે તેમણે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...