• Home
  • National
  • A young man from Germany said It is very difficult to breathe, but I want to tell you that Isolate myself will be good.

ભાસ્કર ખાસ / જર્મનીથી આવેલા યુવકે કહ્યું-શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી છે, પણ તમને કહેવા માંગુ છું કે પોતાને આઈસોલેટ કરો સારા થઈ જશો

A young man from Germany said - It is very difficult to breathe, but I want to tell you that Isolate myself will be good.
X
A young man from Germany said - It is very difficult to breathe, but I want to tell you that Isolate myself will be good.

  • મધ્યપ્રદેશના જબલપુરનો ઉપનિષદ શર્મા જર્મનીથી પરત ફર્યા પછી કોરોના પોઝિટિવ આવ્યો
  • ઉપનિષદ રિપોર્ટ પહેલા ત્રણ દિવસ આઈસોલેટ રહ્યો, તેણે ઘણા લોકોને સંક્રમિત થતા બચાવ્યા

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 11:27 AM IST

જબલપુર: વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 5 લાખ 32 હજાર 200 કેસ નોંધાઈ ચૂક્યા છે. મધ્યપ્રદેશના જબલપુરમાં રહેનાર ઉપનિષદ શર્મા જર્મનીથી પરત ફર્યો તો તેને શરદી-ઉધરસ અને તાવ આવ્યો. રિપોર્ટમાં પોઝિટિવ આવ્યા પહેલા તેણે પોતાની જાતને 3 દિવસ આઈસોલેટ કરી અને ઘણા લોકોને સંક્રમિત થતાં બચાવ્યા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઉપનિષદે વીડિય સંદેશમાં લોકોને ખતરનાક વાઈરસથી બચવાની અપીલ કરી. 


તેનો સંદેશ તેનાજ શબ્દોમાં


ડરો નહીં, સારાવારથી લોકો સારા થઈ રહ્યા છે
હું જર્મનીથી 16 માર્ચના રોજ દિલ્હી પરત આવ્યો. ત્યાર પછી જબલપુર આવ્યો. સરકારના નિયમ મુજબ મે મારી જાતને ત્રણ દિવસ આઈસોલેટ કરી. ત્યાર પછી મને તાવ આવ્યો, મે તરત જ ડોક્ટરને જાણ કરી . તેણે ઘરે આવીને મને તપાસ્યો. તેઓ મને વિક્ટોરિયા હોસ્પિટલ લઈ ગયા. અહીં તપાસ પછી 20 માર્ચના રોજ મને કોરોના પોઝિટિવ આવ્યો. હાલ હું જબલપુર મેડિકલ કોલેજમાં ઈલાજ કરાવી રહ્યો છું. મને ઘણા પ્રકારની તકલીફ થઈ રહી છે. હું આ બીમારીથી તમને એટલા માટે જાગૃત કરી રહ્યો છું કારણ કે તમે સુરક્ષિત રહો. આ બીમારીથી ડરવાની જરૂર નથી. મોટા ભાગના લોકો સારા થઈ જાય છે. બસ તમને તાવ અને શરદી રહેશે. દવા લેવાથી તમે સારા થઈ જશો. હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે પણ મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. 

વિદેશમાંથી આવેલા પરીવારથી દૂર રહો, ડોક્ટરોનું સન્માન કરો- તેમને હેરાન ન કરો
હું કહેવા માંગુ છું કે જો તમે વિદેશમાંથી આવ્યા છો તો તમે પરિવારથી દૂર રહો. તમારા હાથને વારંવાર ધોતા રહો. મોઢાને ઢાંકીને રાખો અને તાજુ જમો. પુરતો આરોમ કરો. શરદી-ઉધરસની સ્થિતિમાં બહાર ન નિકળો.હું તમને અપીલ કરવા માંગું છું કે લોકોના જીવ બચાવી રહેલા ડોક્ટર અને મેડીકલ સ્ટાફને પુરતુ સન્માન આપો. તેઓને હેરાન ન કરો. હોસ્પિટલમાં મારા જેવા ઘણા લોકો છે જેઓની આ સ્ટાફ દિવસ રાત સેવા કરે છે. સંક્રમણના લક્ષણો પાંચ દિવસમાં જાણી શકાય છે પણ મને ત્રણ દિવસમાં જ ખ્યાલ આવી ગયો હતો. જેના કારણે હું સુરક્ષિત રીતે હોસ્પિટલમાં પહોંચી ગયો છું. બધા સ્વસ્થ્ય રહે એવી મારી ઈશ્વરને પ્રાર્થના. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી