તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Young Man Came To Rob Patanjali Store In Jhajjar, The Store Owner Chased Him Away With A Vertical Tail

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણા:ઝજ્જરમાં પતંજલિ સ્ટોરમાં લૂંટવા એક યુવક આવ્યો, સ્ટોર માલિકે ઊભી પૂંછડીએ ભગાડ્યો

2 મહિનો પહેલા

હરિયાણાના ઝજ્જરમાં બિકાનેર ચોક સ્થિત એક પતંજલિ સ્ટોરમાં લૂંટ કરવા આવેલો યુવક ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. આ સમગ્ર ઘટના પતંજલિ સ્ટોરમાં લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સ્ટોરમાં એક બુકાનીધારી યુવક આવે છે અને સ્ટોર માલિક સામે બંદૂક રાખી ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેની બંદૂકમાંથી ફાયરિંગ થતું નથી. આ દરમિયાન સ્ટોર માલિક તેની પોતાની લાઇસન્સવાળી બંદૂકથી લૂંટારા યુવક પર ફાયરિંગ કરતાં તે ભાગવાનો પ્રયત્ન કરે છતાં, તેને ગોળી વાગે છે. મહત્ત્વનું છે કે, લૂંટારો યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે આ મામલે લૂંટારા સામે ફરિયાદ નોંધી વધુ ફરિયાદ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો