તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Young Man Arrives At His Girlfriend's Wedding In Bhadohi, Uttar Pradesh, Dressed As A Bride.

બોયફ્રેન્ડની અનોખી યુક્તિ:ઉત્તરપ્રદેશના ભદોહીમાં ગર્લફ્રેન્ડના લગ્નમાં નવવધૂનો વેશ ધારણ કરીને પહોંચ્યો યુવક, ઘરવાળાઓને ખબર પડતા થઈ જોવાજેવી

ઉત્તરપ્રદેશ6 દિવસ પહેલા
નવવધૂ બનીને આવેલો યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માંગતો હતો.
  • વેશ બદલીને આવેલા યુવક મહિલાઓની શૈલીમાં વાતો કરતા લોકોને શંકા ગઈ

પ્રેમમાં તમે કઈ હદ સુધી જઈ શકો છો? અમે આ સવાલ પૂછી રહ્યા છીએ કારણ કે હાલમાં ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં એક યુવક તેની ગર્લફ્રેન્ડને મળવા માટે એક એવી અનોખી યુક્તિ અજમાવી હતી જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

ઉત્તરપ્રદેશના ભદોહી જિલ્લાના ગોપીગંજ વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવક નવવધૂના વેશમાં અને મહિલાઓની જેમ ન શ્રુંગાર કરીને પોતાની ગર્લફ્રેન્ડના ઘરે લગ્નપ્રસંગમાં પહોંચી ગયો હતો. રિપોર્ટ અનુસાર, યુવકની ગર્લફ્રેન્ડ બીજા કોઈ સાથે લગ્ન કરી રહી હતી.

નવવધૂના વેશમાં પોતાની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો હતો યુવક.
નવવધૂના વેશમાં પોતાની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો હતો યુવક.

ગર્લફ્રેન્ડને મળવા માટે યુવકે ભર્યું આ પગલું
મીડિયા રિપોર્ટ મુજબ યુવકે દુલ્હન જેવા જ દેખાવા માટે માથામાં નકલી વાળ લગાવ્યા હતા, યુવતીઓની જેવો જ મેકઅપ કર્યો હતો, સેન્ડલ પહેર્યા અને ખભા પર લેડિઝ પર્સ પણ લટકાવ્યું હતું. જેથી કોઈને પણ શંકા ન થાય. આ તરફ યુવકની ગર્લ્ફફ્રેન્ડના ઘરે લગ્ન માટેની તૈયારીઓ ચાલી રહી હતી, એવામાં નવવધૂ બનીને આવેલો યુવક પોતાની પ્રેમીકાને મળવા માંગતો હતો. જો કે યુવકનું ગર્લફ્રેન્ડના રૂમમાં ઘૂસવાનું સરળ ન હતું. આ માટે યુવકે પોતાની પ્રેમીકાને મળવા માટે આ યુક્તિ અજમાવી હતી.

આ રીતે ખૂલી બોયફ્રેન્ડની પોલ
જણાવી દઈએ કે નવવધૂના વેશમાં પોતાની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો તો તેણે સાડી દ્વારા પોતાનો ચહેરો ઢાંકેલો રાખ્યો હતો. તેણે ત્યાં એક વ્યક્તિને કન્યા સાથે મુલાકાત કરાવવા માટે જણાવ્યુ હતું. યુવકે નવવધૂના કપડાં જ પહેરી રાખ્યા હતા. પરંતુ તેના ચાલવા-ફરવાની રીતથી ત્યાં હાજર લોકોને શંકા જતાં તેને ઓળખી કાઢ્યો હતો. યુવકે અજમાવેલી યુક્તિ વધુ સમય સુધી ચાલી ન હતી. લગ્નપ્રસંગમાં આવેલા લોકોને શંકા જતાં તરત જ તેમણે નવવધૂનો વેશ ધારણ કરીને આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો અને નેનો ચહેરો જોતાં માથા પરથી નકલી વાળ પણ ખેંચી લીધા હતા અને યુવકની પોલ ખૂલી ગઈ હતી. આ જોઈને ત્યાં હાજર લોકો સૌ હેરાન-પરેશાન થઈ ગયા હતા.

લોકોએ નવવધૂનો વેશ ધારણ કરીને આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો.
લોકોએ નવવધૂનો વેશ ધારણ કરીને આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો.

યુવક મહિલાઓની શૈલીમાં વાતો કરી રહ્યો હતો
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા મુજબ, નવવધૂના વેશમાં ઘરે પહોંચેલો યુવક મહિલાઓની શૈલીમાં વાતો કરી રહ્યો હતો. જ્યારે ઘરની મહિલાઓએ તેને ઉત્સુકતાથી માથા પરથી ઘુંઘટ હટાવવા માટે કહ્યું ત્યારે તેણે ખચકાટ શરૂ કરી દીધી. જ્યારે અચાનક યુવકના માથેથી ઘુંઘટ દૂર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની શંકા સાચી પડી. આ દરમિયાન કેટલાક લોકો યુવકને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો મચાવતાં તેને ઘરની બહાર લાવવામાં આવ્યો હતો જ્યાં પહેલેથી જ બે યુવકો બાઇક લઇને હાજર હતા. તકનો લાભ ઉઠાવીને યુવક તે બાઇક પર બેસીને ત્યાથી નાશી છૂટ્યો હતો.

નવવધૂ બનીને પહોંચેલા યુવકને લોકોએ ઝડપી પાડ્યો હતો.
નવવધૂ બનીને પહોંચેલા યુવકને લોકોએ ઝડપી પાડ્યો હતો.

સુત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર મુજબ, નવવધૂ બનીને પહોંચેલા યુવકને ઝડપી લીધા બાદ લોકોએ પોલીસને જાણ કરી હતી પરંતુ યુવક ગર્લફ્રેન્ડના ઘરની બહાર હાજર તેના મિત્રો સાથે ત્યાંથી નાશી છૂટ્યો હતો. મળતી માહિતી મુજબ, હજી સુધી પોલીસ સ્ટેશનમાં આ બાબતની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. નવવધૂનો વેશ ધારણ કરીની આવેલ યુવકનો પોતાની ગર્લફ્રેન્ડને મળવા પાછળનો હેતુ શું હતો તે હજી સુધી જાણી શકાયું નથી.