મીની મુંબઈ તરીકે ઓળખાતુ ઈન્દોરમાં ફરી એકવાર મારપીટની ઘટના સામે આવી છે. જ્યાં એક શખ્સ યુવક- યુવતીને માર મારી રહ્યો છે. અને યુવતી પેલા યુવકને ક્રૂર શખ્સના સકંજામાંથી છોડાવવા આજીજી કરતી રહી. ચીસો પાડતી રહી પરંતુ, મારપીટ કરતા ક્રૂર શખ્સના પેટનું પાણી પણ ન હલ્યું. યુવકને બચાવવા જતા યુવતીને શખ્સે એવો ધક્કો માર્યો કે યુવતી રોડ પર પટકાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. હાલ પોલીસ વીડિયોની તપાસ કરી રહી છે. થોડા સમય પહેલા પણ આ જ પ્રકારે ચાર યુવતીઓની મારપીટની ઘટના સામે આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.