રૂપિયાવાળાના રૂઆબનો VIDEO:દિવાળીનો સામાન વેચતા ગરીબો પર તવાઈ, બંગલાવાળી મહિલાએ દંડાવાળી કરી કચ્ચરઘાણ વાળ્યો

એક મહિનો પહેલા

દિવાળીના પર્વ અંગે કહેવાય છે કે પરિવાર ઉપરાંત પારકા લોકો સાથે પણ ખુશીઓની વહેંચણી કરો. પરંતુ તહજીબ એટલે કે શિષ્ટાચાર માટે વખણાતા લખનઉમાં એક મહિલાએ ગરીબો પર ગાજ વરસાવી. દિવાળી પર માટીના કોડિયા અને વાસણોનું રસ્તાની પાસે વેચાણ કરતા નાના વેપારીઓથી મહિલા એટલી નારાજ થઈ કે સૌથી પહેલા તેણે અપશબ્દો કહ્યા, આટલે ન અટકતા મહિલા પોતાના ઘરેથી બેટ તેમજ વાઈપર લઈ આવી અને કોડિયા તથા માટીના વાસણો તોડી નાખ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ મહિલાએ તેમની સામે પણ દાદાગીરી કરીને માર મારવાની ધમકી આપી.

દુકાન માટે તંત્રની પરવાનગી લીધી હતી-વેપારી
મહિલાના ઉદ્ધતાઈપૂર્વક વર્તન અંગે વાત કરતા એક વેપારીએ કહ્યું કે, "અમે દિવાળી પર રસ્તાની આસપાસ દુકાનો લગાવવા માટે લખનઉ નગરપાલિકાની પરવાનગી લીધી હતી. ત્યાર બાદ જ અમે વેપાર શરૂ કર્યો હતો. પરંતુ આ મહિલાનું ઘર નજીકમાં હોવાથી અમને વેપાર કરવાથી રોકતા હતા." આ વીડિયો સોશિયલ મીડિયા પર તો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લખનઉ પોલીસે પણ ગંભીરતા દાખવીને મહિલા સામે IPCની કલમ નંબર 427 હેઠળ ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...