તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'100 કા 1 કરોડ!':પંજાબની મહિલાના કિસ્મતના દરવાજા ખુલ્યાં, 100 રૂ.ની લોટરીથી 1 કરોડ જીતી; કહ્યું- બાળકોના ભણતર પાછળ પૈસા ખર્ચશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યની લોટરી વિભાગના અધિકારીઓએ આશારાનીને 1 કરોડનું ઇનામ જીતવાની જાણ કરતાં જ તેઓ હરખાઈ ગયા હતા. - Divya Bhaskar
રાજ્યની લોટરી વિભાગના અધિકારીઓએ આશારાનીને 1 કરોડનું ઇનામ જીતવાની જાણ કરતાં જ તેઓ હરખાઈ ગયા હતા.
  • અધિકારીઓએ મહિલાને તમામ જરૂરી દસ્તાવેજોને જમાં કરાવવા કહ્યું હતું
  • દસ્તાવેજોની ચકાસણી કર્યાપછી ઈનામની રકમ મહિલાને મળશે
  • મહિલાએ આજસુધી ક્યારેય પણ એક સાથે આટલા 0 જોયા નહોતા
  • તેઓ બાળકોના અભ્યાસ પાછળ પૈસાનું રોકાણ કરશે, જેથી બાળકો સફળતાના શીખરો આંબી શકે

પંજાબના મોગા જિલ્લાની રહેવાસીની કિસ્મતનું તાળું રાતો રાત ખુલી ગયું છે. મહિલાએ 100 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી, જેમાં તેણે 1 કરોડનું ઈનામ જીત્યું છે. મહિલાએ પંજાબ સ્ટેટ લોટરીનું પહેલું ઈનામ જીત્યું છે. લોટરી જીત્યાની વાત સાંભળતા મહિલામાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. તેણીએ કહ્યું હતું કે, મેં આજ સુધી આટલા બધા ઝિરો એક સાથે ક્યારેય જોયા નથી.

મોગા જિલ્લાના બાઘાપુરાની વિસ્તારમાં રહેતી મહિલાએ 1 કરોડની લોટરી જીતી હતી. તેમનું નામ આશારાની છે. લોટરી વિભાગે આશારાનીને ફોન કરીને લોટરી જીત્યા હોવાની જાણકારી આપી હતી. લોટરી વિભાગના અધિકારીઓએ મહિલાને તમામ જરૂરી દસ્તાવેજોને જમાં કરાવવાની સૂચના આપી હતી. તેઓ આ દસ્તાવેજોની ખરાઈ કરીને ઈનામમાં જીતેલી રકમ મહિલાને આપશે. લોટરી વિભાગના અધિકારીઓએ આશારાનીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આશારાની બાળકોના ભણતર પાછળ પૈસા ખર્ચશે
તેમને હજુ સુધી વિશ્વાસ નથી આવી રહ્યો કે તેઓએ આટલી મોટી રકમ જીતી છે. આશારાનીએ કહ્યું હતું કે, ઈનામમાં જીતેલી રકમ તેઓ બાળકોના ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ પાછળ રોકાણ કરશે, જેથી બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરીને સફળતાના શીખરો આંબી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો