• Gujarati News
  • National
  • A Woman Who Befriended A Woman On Facebook Threw Acid On A 28 year old Man, Accused Of Being A Mother Of Two

યુવતીએ યુવકના ચહેરા પર ફેંક્યું એસિડ:ફેસબુક ફ્રેન્ડ બનેલા યુવકે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવતાં 36 વર્ષની પરિણીતા વિફરી; યુવતી બે બાળકોની માતા છે

ઈડુક્કી10 દિવસ પહેલા
  • પીડિત યુવક અરુણ કુમારને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે

કેરળના ઈડુક્કીમાં 35 વર્ષની મહિલાએ એક 28 વર્ષના યુવક પર એસિડ ફેંક્યું. બંનેની મુલાકાત ફેસબુકના માધ્યમથી થઈ હતી. મહિલાનો એવો આરોપ છે કે યુવકે તેની સાથે લગ્ન કરવાના પ્રસ્તાવને ઠુકરાવ્યો હતો. જેના કારણે તે નારાજ હતી. પોલીસના જણાવ્યા મુજબ, 16 નવેમ્બરની આ ઘટનામાં આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવે છે. ધરપકડ કરવામાં આવેલી મહિલા બે બાળકોની માતા છે, છતાં પણ તે યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી.

હોસ્પિટલમાં દાખલ છે ઘાયલ યુવકે એક આંખ ગુમાવી
પોલીસના જણાવ્યા મુજબ, પીડિત યુવક અરુણ કુમાર તિરવનંતપુરમનો રહેવાસી છે. આરોપી મહિલા શીબાએ 16 નવેમ્બરે તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. તેના પગલે તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો. તેને તિરુવનંતપુરમની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. ડોક્ટર્સનું કહેવું છે કે યુવકે એક આંખની રોશની ગુમાવી દીધી છે.

ફેસબુક પર દોસ્તી, પછી મળી બે બાળકોની માહિતી
પોલીસના જણાવ્યા અનુસાર અરુણ અને શીબાની દોસ્તી ફેસબુક પર મુલાકાત પછીથી થઈ હતી. પછીથી શીબા પરણિત હોવા અને બે બાળકોની માતા હોવાની માહિતી મળવા પર અરુણ તેની સાથે સંબંધ ખત્મ કરવા માંગતો હતો. જોકે શીબા તેને બ્લેકમેલ કરી રહી હતી અને પૈસાની માંગ કરી રહી હતી.

પૈસા લેવા માટે શીબાએ 16 નવેમ્બરે અરુણને આદિમાલીની નજીક એક ચર્ચમાં બોલાવ્યો હતો, જ્યાં અરુણ તેની સાથે તેના બનેવી અને દોસ્તને લઈને આવ્યો હતો.

CCTV ફુટેજથી થયો ઘટનાનો ખુલાસો
શનિવારે ચર્ચના કેમ્પસમાં ગોઠવવામાં આવેલ CCTV કેમેરાના ફુટેજ બહાર આવ્યા છે. ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે કુમારની પાછળ ઉભેલી શીબા અચાનક આગળ આવી અને તેના ચહેરા પર એસિડ ફેંક્યું. એસિડ ફેંકવા જતા શીબાને પણ સામાન્ય દાઝી હતી. પહેલા અરુણ પોતે જ આદિમાલીની એક ખાનગી હોસ્પિટલમાં જઈને દાખલ થઈ ગયો. પછીથી તેને તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ, આ મામલામાં શુક્રવારે FIR નોંધવામાં આવી હતી. શનિવારે શીબાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...