• Gujarati News
  • National
  • A Woman Washes Curry With A Slipper, Getting Angry Over Something As Trivial As Running A Cooler

કૂલરની હવાથી હોસ્પિટલનો માહોલ `ગરમાયો':કૂલર ચલાવા જેવી નજીવી બાબતે ગુસ્સે થઈ મહિલાએ ચપ્પલથી કરી ધોલાઈ

એક મહિનો પહેલા

છત્તીસગઢનાં અંબિકાપુરનાં મેડિકલ કોલેજનાં હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં એક યુવક શાંતિથી સુઈ રહ્યો હતો. એ યુવક કોઈનો સગો નહતો, એ તો એમ જ બહારથી આવી ત્યાં કૂલર ચાલુ કરી જમીન પર સુઈ રહ્યો હતો. તો એક મહિલા ત્યાં આવી એમણે એ યુવકને કહ્યું કે, કૂલરની હવાનાં લીધે દર્દીને ઠંડી લાગે છે, અને કૂલર બંધ કરી દીધો. એનાં પછી એ યુવક જોડે આ બાબતે બોલાચાલી શરૂ થઈ જાય છે મામલો વધારે બિચકતા વાત મારામારી સુધી પહોંચી જાય છે, પછી મહિલા ચપ્પલ અને લાતો વડે યુવકની બરાબરની ધોલાઈ કરવા માંડે છે. યુવકને જાણે એ માણસ ન હોય એવી રીતે નિર્દયતાથી એને માર મારે છે. આ ધટનાની જાણ થતા જ પોલીસ પણ ત્યાં પહોંચી મહિલાને સમજાવી મામલો થાળે પાડે છે, અને પછી ખબર પડે છે કે, એ યુવક કોઈનો સગો નહતો એ તો ફક્ત સુવા માટે ત્યાં આવ્યો હતો. પણ આ ધટનાનાં લીધે હોસ્પિટલની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે.