તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Woman Saved Her Life By Lying Down On A Railway Track In Haryana's Rohtak After She Got Trapped Beneath A Moving Train. Video Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ વીડિયો:સિગ્નલ પાસે ઊભી રહેલી માલગાડી નીચેથી નીકળતી હતી મહિલા, અચાનક ટ્રેન ચાલી; જુઓ કેવી રીતે બચાવી પોતાની જાતને

12 દિવસ પહેલા

ઘણી વખત ખોટી ઉતાવળ માણસને મોતના મોઢામાં ધકેલી શકે છે, પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. ગુજરાતીની આ કહેવતને સાર્થક કરતો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. એમાં એક માલગાડી વૃદ્ધ મહિલા ઉપરથી પસાર થાય છે અને એને કંઈ જ થતું નથી.

હકીકતમાં સિગ્નલ ના મળવાને કારણે ફાટક પર ઊભી રહેલી એક માલગાડી નીચેથી વૃદ્ધ મહિલા ઝડપથી પસાર થવાનો પ્રયત્ન કરે છે. તે ટ્રેન નીચે પહોંચે જ છે અને ટ્રેન અચાનક ચાલુ થઈ જાય છે. આ ઘટના જોઈએ આજુબાજુના લોકો અને ગેટમેન બૂમાબૂમ કરવા લાગે છે અને મહિલાને રેલવે-ટ્રેક પર સૂઈ જવા કહે છે. ત્યાર પછી મહિલા ઉપરથી આખી ટ્રેન પસાર થઈ જાય છે અને મહિલાનો આબાદ બચાવ થઈ જાય છે. મહિલા ઉપરથી ટ્રેનના અંદાજે 6 ડઝન કોચ પસાર થઈ જાય છે.

ડ્યૂટી પર તહેનાત રેલવેકર્મી જગબીર અને સાક્ષી વસીમે જણાવ્યું, તે સવારે 11 વાગે ગોહના તરફથી માલગાડી સિગ્નલ ના મળવાને કારણે ફાટક પર ઊભી હતી. એ દરમિયાન એક 62 વર્ષની વૃદ્ધ મહિલા માલગાડી નીચેથી ટ્રેક ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન ટ્રેન ચાલવા લાગી અને મહિલાએ ઊંઘી સૂઈને તેનો જીવ બચાવ્યો હતો.

નોંધનીય છે કે ત્યારે ત્યાં ઊભેલા ઘણાબધા લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને અત્યારે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા ટ્રેન નીચે સૂતેલી છે અને ઉપરથી ટ્રેન પસાર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો