તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Indigo Flight From Delhi To Bengaluru Had A Baby, Pre mature Delivery But Both Mother And Son Were Healthy.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હકારાત્મક:દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બાળકનો જન્મ, પ્રીમેચ્યોર ડિલિવરી હતી, પરંતુ માતા અને પુત્ર બંને સ્વસ્થ

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્લેનમાં જન્મેલા બાળકને દેખાડતા ઇન્ડિગો એરલાઇન્સના ક્રૂ-મેમ્બર્સ. બાળક પ્રીમેચ્યોર છે, પરંતુ સ્વસ્થ છે. - Divya Bhaskar
પ્લેનમાં જન્મેલા બાળકને દેખાડતા ઇન્ડિગો એરલાઇન્સના ક્રૂ-મેમ્બર્સ. બાળક પ્રીમેચ્યોર છે, પરંતુ સ્વસ્થ છે.

દિલ્હીથી બેંગ્લુરુ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક પ્રેગ્નેટ મહિલાએ બાળકને જન્મ આપ્યો. ઈન્ડિગોએ કહ્યું, અમે આ વાતની પુષ્ટિ કરીએ છીએ કે દિલ્હીથી બેંગ્લુરુ જઈ રહેલી અમારી ફ્લાઈટ 6 ઇ 122માં બુધવારે સાંજે 7.40 વાગ્યે બાળકનો જન્મ થયો. બાળક પ્રીમેચ્યોર છે. જોકે માતા અને બાળક બંને સ્વસ્થ છે. ડિલિવરી દરમિયાન ફ્લાઈટ ઓપરેશન સામાન્ય છે. આ પ્લેન સાંજે 7.40 વાગ્યે બેંગ્લુરુ એરપોર્ટ પર લેન્ડ થયું. તમામને અભિનંદન.

બાળકના જન્મ બાદ ખોળામાં ઉઠાવનારી ઇન્ડિગોની એક ક્રૂ-મેમ્બર.
બાળકના જન્મ બાદ ખોળામાં ઉઠાવનારી ઇન્ડિગોની એક ક્રૂ-મેમ્બર.

ડિલિવરી ક્રૂ-મેમ્બર્સે કરાવી
ડિલિવરી એરલાઇન્સના ટ્રેન્ડ ક્રૂ-મેમ્બર્સે કરાવી. ઈન્ડિગોએ હાલ બાળક અને તેની માતા અંગે વધુ જાણકારી નથી આપી. બેંગ્લુરુ એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થયા બાદ ઈન્ડિગોના ક્રૂ-મેમ્બર્સે બાળક અને તેની માતાને અભિનંદન આપ્યાં અને ભેટ પણ આપી. સોશિયલ મીડિયા પર બાળકના જન્મ પછી તેની તસવીરને પોસ્ટ કરવામાં આવી રહી છે.

બેંગ્લુરુ એરપોર્ટ પહોંચ્યા બાદ બાળકનું ઈન્ડિગો સ્ટાફે આ રીતે કર્યું સ્વાગત કર્યું.
બેંગ્લુરુ એરપોર્ટ પહોંચ્યા બાદ બાળકનું ઈન્ડિગો સ્ટાફે આ રીતે કર્યું સ્વાગત કર્યું.

બાળકને મળી શકે છે આજીવન ફ્રી હવાઈયાત્રાની ભેટ

આ વચ્ચે એવું કહેવામાં આવે છે કે બાળકને ઈન્ડિગો એરલાઇન્સ તરફથી ફ્રી હવાઈયાત્રાની ભેટ મળી શકે છે. સામાન્ય રીતે પ્લેનમાં જન્મ લેનારાં બાળકોને એરલાઇન્સ આ પ્રકારની તક આપે છે. જોકે હજુ સુધી આ અંગે ઈન્ડિગો દ્વારા કોઈ જાહેરાત નથી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો