ટ્રાફિક સિગ્નલ ખુલ્યું. બધા વાહનો વારાફરતી ચાલવા લાગ્યા. આ દરમિયાન એક મહિલા પણ તેની દીકરીનો હાથ પકડી વાહનોની વચ્ચે રોડ ક્રોસ કરવા લાગી. બસચાલકને તેની આગળની સાઇડ કંઈ દેખાયું નહીં. ધીમેથી ચાલતી બસની ટક્કરે પહેલાં બાળકી અને પછી મહિલા પડી ગઈ. જોતજોતામાં બંને પર બસના આગળના વ્હીલ ફરી વળ્યા. કમકમાટીભર્યા અકસ્માતના આ CCTV ફૂટેજ તેલંગાણાના છે. રાજેન્દ્રનગરના અરામઘરમાં થયેલાં અકસ્માકતમાં મા-દીકરીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના ચાર રસ્તા પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વાહનોની અવરજવર વચ્ચે રોડ ક્રોસ કરતી મા-દીકરી કેવી રીતે બસના વ્હીલમાં કચડાઈ જાય છે. મહત્ત્વનું છે કે, પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં ઉતાવળમાં રોડ ક્રોસ કરવાને લીધે મહિલા અને તેની દીકરીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.