તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત સાથે મુલાકાત:કર્ણાટકના ફાર્મહાઉસમાં દીપડાની સાથે ટૉઈલેટમાં ફસાયો કૂતરો, નવ કલાક ઝઝૂમીને મોતને હાથતાળી આપી

એક મહિનો પહેલા
  • વીડિયો જોઈને યૂઝર્સે પણ લખ્યું, એવરી ડોગ હેઝ અ ડે.
  • મોતને હાથતાળી આપનાર આ શ્વાન હવે લોકલ સેલિબ્રિટી બની ગયો

વીડિયો ડેસ્ક- કર્ણાટકના બિલિનેલે પાસે આવેલા એક ફાર્મહાઉસમાં વહેલી સવારે આ અજીબોગરીબ કહી શકાય તેવો ઘટનાક્રમ સર્જાયો હતો. કૂતરાનો શિકાર કરવા તેની પાછળ દોડેલો દીપડો છેક ફાર્મહાઉસના ટૉઈલેટ સુધી પહોંચી ગયો હતો. જીવ બચાવવા માટે ટોઈલેટની અંદર સંતાઈ ગયેલા શ્વાનની પાછળ જ દીપડો પણ તેનો શિકાર કરવા પ્રવેશી જાય છે. આ બધો કોલાહલ સાંભળીને બહાર આવેલી મહિલાએ તરત જ ટોઈલેટનો દરવાજો બંધ કરી દીધો હતો. શિકારી દીપડો પણ હવે શિકાર કરવાની જગ્યાએ પોતાનો જીવ બચાવવાની ફિરાકમાં લાગ્યો હતો તો મોતનો ભેટો થઈ જતાં ડરી ગયેલા શ્વાને પણ ટૉઈલેટનો એક ખૂણો પકડી લીધો હતો. આખી ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતાં તેઓએ ત્યાં પહોંચીને દીપડાને પાંજરે પૂરવાની કવાયત આદરી હતી. શ્વાનને પણ દીપડાના સકંજામાંથી બચાવવા માટે ટીમે પાંજરૂ, ઘાસચારો અને જાળી પાથરીને પૂરતી તૈયારીઓ કરી હતી. જો કે, ભીડ જોઈને ડરી ગયેલો દીપડો જીવ બચાવવા માટે અંતે ટૉઈલેટની બારીમાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તો વન વિભાગે પણ શ્વાનને બહાર નીકાળીને ભાગેલા દીપડાને પકડવાની કવાયત આદરી છે. હાલ તો દીપડા સાથે નવ કલાક જેટલો સમય બંધ રહ્યા બાદ પણ મોતને હાથતાળી આપનાર આ શ્વાન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય છે. આ આખી ઘટના કિડૂ રિઝર્વ ફોરેસ્ટની હદમાં બની હતી જે દક્ષિણ કન્નડ જિલ્લાના સુબ્રહમણ્ય વિસ્તારનું સૌથી મોટું વનક્ષેત્ર છે. નવ કલાક સુધી ચલાવેલી આ રેસ્ક્યૂ કામગીરીમાં સફળતા મળતાં જ ફોરેસ્ટ વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો