તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Two storey Building In Mathura Crumbles Like A Palace Of Cards, Part Of A Mountain Collapses In Uttarakhand

વીડિયો:મથુરામાં બે માળનું મકાન પત્તાના મહેલની જેમ કડડભૂસ, ઉત્તરાખંડમાં પહાડનો ભાગ તૂટ્યો

7 દિવસ પહેલા

ઉત્તરપ્રદેશના મથુરામાં વીજળી પડ્યા પછી બે માળનું મકાન અચાનક જ પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગયું હતું. વરસાદી માહોલમાં આ મકાન પર વીજળી પડી હતી. જેની ગણતરી મિનિટમાં મકાન પડી ગયું હતું. આ દુર્ઘટના થઈ તેની થોડી વાર પહેલાં જ આ મકાનની અંદર 14 લોકો હાજર હતા. જોકે સદનસીબે કોઈપણ વ્યક્તિને ઇજા થઇ નથી. તો ઉત્તરાખંડના પિઠોરગઠમાં પહાડનો એક ભાગ અચાનક રોડ પર ધસી પડ્યો હતો. અહીં ભારે વરસાદને કારણે ધારચૂલા રોડ પર ભૂસ્ખલન થતાં પહાડનો ભાગ ધસી પડયો હતો. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. રોડ પર પહાડનો ભાગ ધસી પડતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...