તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • A Truck Full Of 450 Cylinders Was Struck By Lightning And The Diesel Tank Caught Fire, Exploding Like A Bomb.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

​​​​​​​ગેસ સિલિન્ડરના વિસ્ફોટની કહાની, ડ્રાઈવરની જુબાની:450 સિલિન્ડર ભરેલી ટ્રક પર વીજળી પડતાં જ જોરથી ઝટકો લાગ્યો, ડીઝલ ટાંકીમાં આગ લાગતાં જ બોમ્બની જેમ સિલિન્ડર ફાટવા લાગ્યા

ભીલવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવરના પિતાએ સમગ્ર ઘટના વર્ણવી, રાતે પિતાએ પુત્ર સાથે વાત કરી હતી

રાજસ્થાનના ભીલવાડામાં મંગળવાર રાતે 450 ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પર વીજળી પડી હતી. વીજળી પડતા ઝટકો લાગતાં અને ડ્રાઈવર ગભરાઈ જતા ટ્રક ડિવાઈડર ઉપર ચઢી અને પલટી ગઈ હતી. ટ્રકની ડીઝલ ટાંકીમાં આગ લાગતાં જ બોમ્બની જેમ એક પછી એક સિલિન્ડર ફાટવા લાગ્યા હતા. દુર્ધટનામાં ટ્રેક ડ્રાઈવર સરતાજ ઘાયલ થયો છે. તે ભીલવાડનો રહેવાસી છે.

ડ્રાઈવરના પિતાએ જણાવી પુત્રની આપવિતી
ડ્રાઈવરના પિતા ચંદારામે જણાવ્યું હતું કે તેનો પુત્ર 450 સિલિન્ડર્સ ભરેલી ટ્રક લઈને નસીરાબાદથી ઝાલાવાડ જઈ રહ્યો હતો. નસીરાબાદમાં કંપનીનું મોટું સ્ટેશન છે. તે હનુમાન નગર પાસે ટિકડ ગામ પહોંચ્યો હતો, ત્યારે હવામાન ખરાબ થયું હતું અને વરસાદ પડવા લાગ્યો હતો. આ દરમિયાન અચાનક ટ્રક ઉપર વીજળી પડી હતી.

ગેસ એજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ગેસ એજન્સીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

વીજળી પડવાથી ઝટકો લાગતા સરતાજ ગભરાઈ ગયો
અચાનક વીજળી પડતાં ટ્રક ચલાવી રહેલો સરતાજ ગભરાઈ ગયો હતો. તેનું ધ્યાન રસ્તા ઉપરથી હટી ગયું હતું. આ દરમિયાન ટ્રક ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી. ટ્રક પલટતાં જ ડીઝલની ટાંકીમાં આગ લાગી ગઈ હતી. આગ જોતજોતામાં આખી ટ્રકમાં ફેલાઈ ગઈ.

નજીકના ઘર પર ગેસ સિલિન્ડરના ટૂકડા પડ્યા હતા.
નજીકના ઘર પર ગેસ સિલિન્ડરના ટૂકડા પડ્યા હતા.

જીવ બચાવવા તે ખેતર તરફ દોડ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર માંડમાંડ ટ્રકની બહાર નિકળીને જીવ બચાવવા માટે ખેતર તરફ દોડ્યો હતો. ઘાયલ સરતાજને હોસ્પિટલ લઈ જવાયો હતો. આગના કારણે એક પછી એક સિલિન્ડર ફાટવા લાગ્યા હતા.

450 ગેસ-સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી ત્રાટકી:અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક હાઇવે બંધ; 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા ઊડ્યા

હાઈવે નજીક રહેલા ગામમાં સિલિન્ડરના ટૂકડા મળ્યા હતા.
હાઈવે નજીક રહેલા ગામમાં સિલિન્ડરના ટૂકડા મળ્યા હતા.

ડ્રાઈવર હાથ-પગે દાઝ્યો
પિતાએ જણાવ્યું હતું કે પુત્રના હાથ-પગ ખરાબ રીતે દાઝ્યા છે. હાલ તેને આઈસોલેશન વોર્ડમાં રખાયો છે. તેને કોઈને મળવા દેવાતા નથી. ડોક્ટર તેની દેખરેખ રાખી રહ્યા છે.
(રિપોર્ટ-અનિલ શર્મા)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો