ધસમસતી ટ્રેન યુવક પરથી પસાર થઈ ગઈ, VIDEO:પ્લેટફોર્મ પર રાખેલા બોક્સમાં પગ અથડાયો, નજરે જોનારા આંખો મીંચી ગયા

એક મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાણા રેલવે સ્ટેશન પર જ્યારે રેલવે ટ્રેક પર પડી ગયેલા એક મુસાફરની એકદમ પાસેથી આખી ટ્રેન પસાર થઈ ગઈ પરંતુ તે સંપૂર્ણ રીતે બચી ગયો.ઈટાવામાં દિલ્હી-હાવડા રેલ્વે ટ્રેક હેઠળ ભરથાણા રેલ્વે સ્ટેશન પર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસ પહોંચી,આ દરમિયાન, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, ઉતાવળમાં એક યુવક ટ્રેનની નીચે રેલ્વેના ટ્રેક પર આવી ગયો હતો, આ દરમિયાન ટ્રેન પણ પોતાની ઝડપે આવી રહી હતી અને આખી ટ્રેન તેની એકદમ નજીકથી પસાર થઈ ગઈ, પરંતુ યુવક સંપૂર્ણપણે સુરક્ષિત હતો. બચી ગયેલા યુવકે જણાવ્યું હતું કે તે ટ્રેન દ્વારા દિવિયાપુર જવા માટે ભરથાણા સ્ટેશને પહોંચ્યો હતો પરંતુ અકસ્માત થયો હતો પરંતુ ભગવાને તેને બચાવી લીધો હતો, આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...