• Gujarati News
  • National
  • A Traffic Constable Was Crushed By A Tanker Driver In Jammu, Died On The Spot After Sustaining Serious Injuries

CCTV: ટ્રાફિક જવાનને કાળ ભરખી ગયો:જમ્મુમાં ટેન્કરચાલકે ટ્રાફિકના જવાનને કચડી નાખ્યો, ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ મોત થયું

16 દિવસ પહેલા

રવિવારે સાંજે જમ્મુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા સિમેન્ટ મિક્સર ટ્રકચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લઈ કચડી નાખ્યો હતો. ત્યાર બાદ રોડ પર જઈ રહેલી એક પેસેન્જર બસને પણ ટક્કર મારી હતી. અકસ્માત સર્જયા બાદ અકસ્માત બાદ 54 વર્ષીય ટ્રાફિક જવાનને જમ્મુની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માતને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.